રાજેન્દ્ર શાહ ~ સંગમાં રાજી રાજી * Rajendra Shah
સંગમાં રાજી રાજી,આપણ એકબીજાના સંગમાં રાજી રાજીબોલવા ટાણે હોઠ ખૂલે નહિ, નેણ તો રહે લાજીસંગમાં રાજી રાજી… લેવાને જાય, ત્યાં જીવન આખુંય તે ઠલવાય!દેવાને જાય, છલોછલ ભરિયું શું છલકાય!એવા એ આપલેને અવસરિયે પાગલકોણ રહે, કહે પાજી? સંગમાં રાજી રાજી… વીતેલી વેળની કોઈ આવતી ઘેરી યાદ,ભાવિનાં સોણલાંનો યે રણકે ઓરો સાદ;અષાઢી આભમાં વાદળ વીજ શાં વારિઝરતાં
