રવિગાન

ઘણના ઘા નહીં પણ નાચતા કૂદતા જળનું સંગીત કાંકરાને સુંવાળા બનાવે છે. ** પુષ્પોનું મધુ ચૂસીને ભ્રમરો આભારનું ગુંજન કરતાં ઊડી જાય છે. વરણાગિયા પતંગિયાઓને બેશક એમ લાગે છે કે ફૂલોએ તેનો ઉપકાર માનવો જોઈએ. ** બધી ભૂલો રોકવા માટે જો તમારા દરવાજા બંધ કરી દેશો તો સત્ય પણ બહાર જ રહી જશે. ** પાંદડું

તેજસ દવે ~ તારી સામે * Tejas Dave

તારી સામે મારી ઇચ્છા લે આ મૂકી, તારાથી જે થાય કરી લે;સૂરજ સામે આંખ અમારી બે આ મૂકી, તારાથી જે થાય કરી લે. ધક્કા મારી-મારીને તેં કીધું’તું કે, ‘અહીંયા કદી ન પાછો ફરતો’,તેં દીધેલી ધમકી ગજવે મેં આ મૂકી, તારાથી જે થાય કરી લે. ડૂબી જવાને માટે નીકળ્યો નથી લઈને હોડી, દરિયા, સમજી લેજે!છિદ્ર પડેલી

નિશા નાણાવટી ~ એકમેકને * Nisha Nanawati

એકમેકને ગમી ગયા તો ગમી જવાનું કારણમાં શું પડવાનું ? એકમેકને નમી ગયા તો નમી જવાનું કારણમાં શું પડવાનું ? ભીતર ભડભડ દાવાનળ જ્યારે અકળાવે કાગળ ઉપર શમી જવાનું કારણમાં શું પડવાનું ? એઠાં મીઠાં બોર ચાખવા રામ ન આવ્યા ! હજુય થોડું ખમી જવાનું કારણમાં શું પડવાનું ? છેતરપિંડી કાવાદાવા આ જ રમત છે

જિગર જોષી ‘પ્રેમ’ ~ આમ ને આમ * Jigar Joshi

આમ ને આમ દિવસ રાત વિતાવ્યા કરીએજિંદગી માથે પડી છે તો નિભાવ્યા કરીએ લાકડા જેવો અહમ આવે સપાટીએ ફરી,ધ્યાન રાખીને ફરી એને ડૂબાવ્યા કરીએ. નખ વધી જાય તો કંઇ આંગળી કાપે કોઈજેમ ચાલે છે બધું એમ ચલાવ્યા કરીએ મૃત્યુ તો એવું સ્વજન ; આવશે બસ એક જ વારઆપણે જિંદગી ફૂલોથી સજાવ્યા કરીએ. હોય જીવનમાં ઉમળકા’ય,

સુરેશ’ચંદ્ર’ રાવલ ~ કાચ સરીખા * Sureshchandra Raval

કાચ સરીખા છે વ્હેવાર અહીં…!ક્ષણભરમાં તૂટે ઘરબ્હાર અહીં…! રાત દિ’ છે આકાશી હોનારત ..!નાખુદા છે ખુદ મઝધાર અહીં …! ગણવા જાઉં તોય ગણાય  નહીં .!ખૂટ્યાં અંજળ ને ધબકાર અહીં..! ના તેં  જોયો ના મેં પણ તેને…!ટીલાં ટપકાંથી છે પાર અહીં..! કહેવા કહેવામાં પણ ભેદ ભરમ…!મ્યાન વગરની સૌ તલવાર અહીં…! ક્યાં કોઈ પનિહારી દેખાય અહીં  ….?છે

ડો. કેશુભાઈ દેસાઈ ~ અહીં ચાહું * Dr. Keshubhai Desai

સોનેટ : શિખરિણી અહીં ચાહું તુંને, ચહીશ જઇ જો જન્નત મહીંમને ત્યાંયે ના કો’ અડકી શકશે આરીફ કદી !ભલે તેં જાકારો દઈ મુજ પિતાના ગરીબડાઘરે ધક્કા મારી, પજવણી કરી પાઠવી હતી ભર્યા પેટે જેમાં રુધિર ધબકંતું તુજ રૂપેહમેશા તેં જેને પરકીય ગણી વ્હેમ જ ધર્યો…કદી સ્વપ્નામાંયે નવ પરપુરુષે પ્રગટ થૈકરી ચેષ્ટા સુદ્ધાં, તદપિ તવ હૈયે

બાલમુકુંદ દવે ~ કેવા રે * Balmukund Dave

કેવા રે મળેલા મનના મેળ ! હો રુદિયાના રાજા ! કેવા રે મળેલા મનના મેળહો રુદિયાની રાણી ! કેવા રે મળેલા મનના મેળ ચોકમાં ગૂંથાયે જેવી ચાંદરણાની જાળીજેવી માંડવે વીંટાયે નાગરવેલ :હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ ! તંબુ ને જંતરની વાણી,હે જી કાંઠા ને સરિતાનાં પાણી;ગોધણની ઘંટડીએ સોહે સંધ્યાવેળ :હો રુદિયાના રાજા

गुलज़ार ~ स्त्री

स्त्री, तुमपुरुष न हो पाओगी वो कठोर दिल कहाँ से लाओगी ?   ज्ञान की तलाश क्या सिर्फ बुद्ध को थी?क्या तुम नहीं पाना चाहती वो ज्ञान?किन्तु जा पाओगी,अपने पति परमेश्वर और नवजात शिशु को छोड़कर ?तुम तो उनपर जान लुटाओगी….उनके लिये अपने भविष्य को दाँव पर लगाओगी…उनकी होठों की एक मुस्कुराहट के लिएअपनी सारी

પ્રજ્ઞા પટેલ ~ એણે ઇચ્છ્યું

એણે ઇચ્છ્યું, એ જીવે પોતાની રીતે ભણી – ગણી, પાકટ બની, કમાતી પણ થઈ, ઘર અને બહારની બધીયે ભાષા સમજાવા લાગી, બોલાયેલી અને નહીં બોલાયેલી. ઈચ્છા, પસંદગી અને અધિકાર, સુખ, આનંદ અને પીડા, સ્નેહ, સંતોષ અને સમજણ, સમાધાન અને સ્વીકાર – એક એક શબ્દની ઓથે આખા જન્મારાનો ભાર, એ ય માફકસર કરી લીધો પોતાને. અર્થોની

લક્ષ્મી ડોબરિયા ~ એક ઝીણી ક્ષણ * Laxmi Dobariya

એક ઝીણી ક્ષણ મને વાગી હતી ! મેં મુલાયમ વેદના માંગી હતી ! હાથતાળી આપશે નો’તી ખબરમેં સમયની ચાલને તાગી હતી ! આંગળી મેં શબ્દની પકડી અનેરેશમી સંવેદના જાગી હતી ! મેં વિષાદી સાંજને ચાહી જરાતો ઉદાસી રીસમાં ભાગી હતી ! લાલસા તેં હૂંફની રાખી અનેમેં અપેક્ષા સ્નેહની ત્યાગી હતી ! એટલે સપનાં ફરી આવ્યા નહીંપાછલી આ રાત વૈરાગી હતી ! લાગણી થૈ

Scroll to Top