હિતેન આનંદપરા ~ રહેવા દે

બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે, એ બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે. પ્રસંગો પર પ્રસંગો એ રીતે બનતા ગયા છે દોસ્ત, કે હરદમ થાય માણસજાત પર વિશ્વાસ રહેવા દે. વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર, તું ઈશ્વરના નવાં મંદિર, નવા આવાસ રહેવા દે. મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી આવું. ગણિતની

શિલ્પી બુરેઠા ~ કબીરા

ઝીણી નજરે દેખ કબીરા,ઈશ્વર અલ્લાહ એક કબીરા. બાહર ઝીણી ઝાલર વાગે,ભીતર ઠેકમઠેક કબીરા.અંતર મનથી આરાધી લે, પહોંચી જાશે છેક કબીરા. ઈચ્છાઓના ઢગલા વચ્ચે, ટૂંકી જીવનરેખ કબીરા.કાંઈ તને નડતું ના હો તો, પહેરી લેને ભેખ કબીરા. – ‘શિલ્પી’ બુરેઠા કલમ અને પીંછીના કસબી કવિ શિલ્પી બુરેઠાની આ ટૂંકી બહેરની ગઝલમાં ખૂબ ઓછા શબ્દોમાં અને અસરકારક રીતે શીખ છે, કટાક્ષ છે અને

દલપત ચૌહાણ ~ પ્રિયે * Dalpat Chauhan

પ્રિયે, આ યાદ. ગામ તળાવ સર સર ગાય છે. માગશર ધ્રૂજે છે તારી ગોદમાં, અધૂરે કપડે. અને.. હું લમણે હાથ દઈ કોને કોને દોષ દઉં? પ્રિયે, ટાઢ વાય છે? નજીક આવને. પણ ઓઢીશું શું? આભ કે અવની? તારા અંગમાં તો થીજતો માગશર ક્યારનોય તરફડ્યા કરે છે. આ સુની લગતી માગશરી  ચાંદનીમાં ડાકલી વગાડતી તારી હડપચી અને મચ્છરોના ગાનમાં

પારુલ બારોટ ~ હું પ્રેમ છું

હું નથી તો ક્યાંય પણ અસ્તિત્વનો છાંટો નથી ; હું પ્રેમ છું.   વેદના, ખુશી છું કોઈ વાડનો કાંટો નથી; હું પ્રેમ છું.  આંગળીના ટેરવે હું સ્નેહને છલકાવી દઉં, છે આવડત એક સરખું વ્હેણ મારું, ક્યાંય પણ ફાંટો નથી; હું પ્રેમ છું.  મારા પંડે આવવાને દેવતાઓ રટ લગાવે છે ઘણી મારી મમતા માપવાને ક્યાંય પણ

સ્નેહરશ્મિ ~ એને કોણ રોકે ? * Snehrashmi

આ પૂનમની ચમકે ચાંદની, એને કોણ રોકે?કાંઇ સાગર છલક્યા જાય, એને કોણ રોકે? આ આષાઢી વરસે મેહૂલો , એને કોણ રોકે?કાંઇ પૃથિવી પુલકિત થાય, એને કોણ રોકે? આ વસંતે ખીલતાં ફૂલડાં, એને કોણ રોકે?કાંઇ ભમરા ગમ વિણ ગાય, એને કોણ રોકે? આ આંબે મ્હોરતી મંજરી, એને કોણ રોકે?કાંઇ કોકિલ ઘેલો થાય, એને કોણ રોકે? આ

રિષભ મહેતા ~ પ્રેમ કર * Rishabh Maheta

ઘૂંટ પી જઈશ મને પ્રેમ કર.હું બચી જઈશ મને પ્રેમ કર બધા વેદ ગ્રંથ પુરાણ સૌ,હું કળી જઈશ, મને પ્રેમ કર. એક શબ્દમાં એક શ્લોકને,હું રચી જઈશ, મને પ્રેમ કર. હું ખીલી ગયો તને જોઇને,હું ખરી જઈશ, મને પ્રેમ કર. છું તૂટી જવાની અણી ઉપર,હું ટકી જઈશ, મને પ્રેમ કર. હુંય સૂર્ય છું, હુંય ચંદ્ર

વિનોદ જોશી ~ હવે ક્યારે બોલાવશો * Vinod Joshi

પલળી પલળીને અમે પોચાં થિયાંહવે ક્યારે બોલાવશો ? ઉંબરમાં સૂનમૂન બેઠો ઉજાગરો ને શમણાંનો દેશ ગયો ડૂબીઆથમતી રાત હજી આથમતી જાય નથી અંધારે ઉકલતી ખૂબીઆંસુડે નીંદરના ટોચા થિયાંહવે ક્યારે બોલાવશો ? છાતીમાં ટળવળતી નવશેકી હૂંફ, બેય આંખે અણસાર ઓશિયાળારુંવાડા એક એક કરમાતા જાય, થશે પાંપણના બંધ હવે તાળાંલોચનિયા લોહીજાણ લોચા થિયાં,હવે ક્યારે બોલાવશો ? –

અશરફ ડબાવાલા ~ અવતરે ઈશ્વર

અવતરે ઈશ્વર તો એને ધર્મ કેવાં લાગશે ? જન્મથી નક્કી છે એને વર્ગ કેવાં લાગશે ? જો અધિવેશન ભરાતું હો ફૂલો ને મહેકનું મંચ પર અત્તરના ત્યાં સંદર્ભ કેવાં લાગશે ? મારા બરનું કામ દઈ દે, કાં પછી દિવાનગી વચમાં રહું તો પછી અડધાપડધા કર્મ કેવાં લાગશે ? ઝેરનાં મારણની વિદ્યામાં છો પારંગત તમે ઝેર

મીરાંબાઈ ~ રામ રમકડું

રામ રમકડું જડિયું રાણાજી મુને રામ રમકડું જડિયું….  રુમઝુમ કરતું મારે મંદિરે પધાર્યું નહીં કોઈને હાથે ઘડિયું રે મુને રામ રમકડું જડિયું…  મોટા મોટા મુનિજન મથી મથી થાક્યા કોઈ વિરલાને હાથે ચડિયું રામ રમકડું જડિયું……..  શૂન્ય શિખરના ઘાટથી ઉપર અગમ અગોચર નામે બનિયું રે મુને રામ રમકડું જડિયું….  બાઈ મીરાં કે’ પ્રભુ ગિરધર નાગર મારું

ગોપાલી બુચ ~ તું ન હતો * Gopali Buch

તું ન હતો ત્યારે પણ હું હું જ હતી તું હતો ત્યારે પણ હું હું જ હતી, તું નથી, ત્યારે પણ હું હું જ છું. જો, હું જીવું છું. જીવતી લાશ થઇને નહીં, તેજ તોખાર, ધબકતો શ્વાસ લઇને જીવું છું. ઉપરી તોફાનો જોઇ એમ ન માનીશ કે, હું ઘુમરાઉં છું, વલખાઉં છું, ખળભળું છું ઊછળતાં

Scroll to Top