સ્નેહી પરમાર ~ સભાપાત્રતાની ગઝલ

કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં,ને પછી છાતીમાં દુઃખ્યું હોય, તે બેસે અહીં. હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં,ને અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં. સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં,કોઈનાં ચરણોમાં ઝૂક્યું હોય, તે બેસે અહીં. હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં,કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે

મણિલાલ દેસાઈ ~ બોલ વ્હાલમના

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના. ગામને પાદર ઘૂઘરા વાગે, ઊંઘમાંથી મારાં સપનાં જાગે,સપનાં રે લોલ વ્હાલમનાં….ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના. કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,ઝૂલતાં ઝોકો લાગશે મને, કૂદતાં કાંટો વાગશે મને,વાગશે રે બોલ વ્હાલમના….ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના…..  આજની

ધ્રુવ ભટ્ટ ~ ઓચિંતું કોઈ મને * Dhruv Bhatt

ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે ?આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે…..   ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજએકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજતાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે…… આંખોમાં પાણી

ગુણવંત ઉપાધ્યાય ~ માંગવું ગમે

તારી કનેથી કંઈક હજુ માંગવું ગમે દીધું  હૃદય તો સ્વપ્ન સમુ માંગવું ગમે તું છે સ્વયં કવિતા વિષય કવિનો તું છંદોવિધાન, ગાન બહુ માંગવું ગમે તારો વિકલ્પ તું જ અને તું જ સર્વદા માંગ્યા વિના મળે તો ઘણું માંગવું ગમે ઇચ્છાના નામે તારું સહજ નામ લઈ લીધું શબ્દોનું બેમિસાલપણું માગવું ગમે. વાદળ સમી છે તું અને

રવીન્દ્રનાથ ટાગોર ~ એકલો જાને રે * Rabindranath Tagore

તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે!એકલો જાને, એકલો જાને, એકલો જાને રે! – તારી જો … જો સૌના મોં સિવાયઓ રે ઓ રે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય;જયારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય;ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,તારાં મનનું ગાણું એકલો ગાને રે ! – તારી

ગુણવંત વ્યાસ ~ શબદ

તને જે દેખાતો નહિ નયનથી, તે શબદ છે;છતાં જે વંચાતો કદી કલમથી, તે શબદ છે !સદા બોલાયેલો શબદ પણ ના હો શબદ; તોનહીં બોલાયેલો, પણ અરથ હો : તે શબદ છે ! કદી ચોપાસે તે કલરવ કરી કાન ભરતો,કદી એકાંતે તે ‘હઉંક’ કરતો બાળ બનતો;કદી મૂંગોમૂંગો ખળખળ વહંતો તનમને,કદી ગાજી ગાજી ખળભળ કરી દે અનંતને.

રવિગાન

જીવન સુંદર હજો વસંતના પુષ્પો જેવું, મૃત્યુ પાનખરના પાંદડા સમું. ** ‘ફળ ઓ ફળ ! તું મારાથી કેટલું દૂર છે ?’ ‘તારા હૈયામાં જ લપાઈને બેઠું છું હે ફૂલ !’ ** આ તલસાટ તેને માટે છે જેનો અંધકારમાં અણસાર આવે છે પણ જેના દર્શન થતાં નથી. ** વિશાળી આ વસુંધરા પોતાને વસવાલાયક બનાવે છે, ઋણની

ગૌરાંગ ઠાકર ~ બોલ ને સખા

બોલ ને સખા કઇ રીતે હું આયના સામે જોંઉ ?જોઇ તું લે તો ક્યાંય બીજે હું ભાળવું મેલી દઉં. ટેરવે લીધું કંકુ અલી મેં ય બરાબર એમઊંચકે જાણે આભ ધરાથી સૂરજદેવને જેમભાલમાં તિલક તાણતાં લાગી હું અજાણી હોંઉ… ઉરનો આનંદ આજ ગળાનાં હારમાં પહેર્યો મેંહાથનાં કંગન હાથને દે છે સુખની તાળી લેમન કળાયેલ મોર થયું

જયશ્રી મહેતા ~ રેતીમાં પગલાંની * Jayshree Maheta

રેતીમાં પગલાંની ઊડે સુગંધને આયનામાં તારી હથેળીઓકાનમાં ગૂંજે છે તારા અવાજજાણે બોલે છે કોઇ કલકલિયો….. ટપટપ પગલીએ દોડે આ ઘર આખુંલીંપણની ભીની ઓકળીઓકલરવની ડાળ પર બેઠી કોયલડીખંખેરી નાખી બધી સળીઓ………. હળુહળુ હીંચકાની હોડીમાં ઝૂલતીદરિયો પકડતી હાથમાંમાતાના પાલવમાં સંતાતી ફરતીમેળો મલકનો જાણે મળિયો……… ~ જયશ્રી મહેતા દીકરીને બચાવવાના અભિયાનો ચાલી રહ્યાં છે, પુત્રીને વધાવવાનો ઉત્સવ ચાલી

રશીદ મીર ~ સરનામું * Rashid Mir

પૂછી બેઠા વ્યથાનું સરનામું;હોય જાણે મજાનું સરનામું. ઉમ્રભર શોધતાં જ રહેવાનું;ને મળે ના કશાનું સરનામું. જેમની આંખ પાણી પાણી છે;એય પૂછે ઘટાનું સરનામું. મારી દીવાનગી સલામત હો;હોય છે ક્યાં કશાનું સરનામું. આપણે ગૂમ થૈ ગયા એવા;એક પૂછે બીજાનું સરનામું. આપણે ગામેગામ ફરવાનું;કોણ રાખે સદાનું સરનામું. આપણે પણ જવાનું છોડીને;‘મીર’ પાછળ બધાંનું સરનામું. – ડૉ. રશીદ

Scroll to Top