કિશોર જિકાદરા ~ તમે આજે, તમે કાલે * Kishor Jikadara
નહીં આવો ? તમે આજે, તમે કાલે, તમે પરમેય નહીં આવો ?કહો અશ્રુ ભરેલી આંખની શરમેય નહીં આવો ? તમે શેરી, તમે આંગણ, તમે આ ખોરડે ક્યાંથી ?કબૂલ મંજૂર છે અમને બધી શરતેય નહીં આવો ? સવારે પણ, બપોરે પણ અને રાતેય ખૂલ્લાં છે,તમે ક્યારેય શું આ દ્વારની પડખેય નહીં આવો ? અરે આવ્યાં, ખરે
