રાજુલ ભાનુશાળી ~ વસીને બારસાખે

વસીને બારસાખે પાંગરી છું હું  ફક્ત વરને નહીં, ઘરને વરી છું હું કહે, એથી અનેરું સુખ શું હોવાનું? તું પણ છે સાંવરો, ને સાંવરી છું હું! લખી લીધા લલાટે લાભ ને શુભ પણ, સ્તવનનો સૂર છે તું, ઝાલરી છું હું નથી આ પાર કે તે પાર, તો ક્યાં છું? પળેપળ આ વલયમાં વિસ્તરી છું હું 

સુરેશ જાની ~ વાતો સમીર

છંદ – વસંતતિલકા (શેકસ્પિયરશાયી સોનેટ) વાતો સમીર વીંઝતો અતિ ઉષ્ણ જ્વાળા આદિત્ય આગ ઝરતો અરિ-આંખ કા’ઢે. પૃથ્વી તણાં રજકણો શમશેર ભાસે દાઝે બધાંય જન આ અસુરી પ્રતાપે. વૃક્ષો પસારી લીલુડી રમણીય છાયા શાતા પમાડી સહુને કમનીય ભાસે વારિ નદી, સર તણાં, સઘળાં વહે છે નીલાં, રસાળ, મનની તરસો છીપે છે. ઉદધિ સમાવી ઉરમાં સઘળા વિતાપો

હસમુખ અબોટી ‘ચંદન’ ~ નથી જોયો

(શિખરિણી) નથી જોયો આવો : અસુર સમ દુષ્કાળ નયને ; મુઓ રાકાંસી થ્યો ! અવિરત કથે આંસુ સહુના. નથી દાણો-પાણી, નજર પડે ન ઘાસ અમથું અબોલા જીવોને અઘટિત પળે મોત ભરખે બિચારાં બચ્ચાં તો મૃત જનનીના સ્તન મુખમાં લઈને છાતીએ લસલસ લસે પેટ ભરવા પરંતુ ક્યાં જાણે ? નિજ જનની છે મોત શરણે પછી માતા

રાકેશ હાંસલિયા ~ થેલીનું કેવું * Rakesh Hansaliya

થેલીનું કેવું રૂપાંતર થાય છે,ચોપડી ભરવાથી દફતર થાય છે ! એક પડછાયો અહીં બેઠો રહ્યોબાંકડાને આજ કળતર થાય છે ! શીખવા મળતું નથી સંસારમાંમાના ખોળામાં જે ભણતર થાય છે ! એક તાકાના જ છે સંતાન પણએક ખાપણ, એક ચાદર થાય છે ! અર્થ ત્યારે રાખ હોવાનો સરેક્યારીમાં નાખો તો ખાતર થાય છે ખપ પડે છે

ધીરુબહેન પટેલ ~ મારો શાકવાળો * Dhirubahen Patel

મારો શાકવાળો ઘણો સારો છે દરરોજ સવારે મને સ્મિત સાથે નમસ્કાર કરે છે પછી જ ભાવની કડાકૂટ આદરે છે ક્યારેક એના વટાણા સડેલા હોય ટામેટાં વધારે પડતાં પાકી ગયાં હોય એના ત્રાજવાનું પણ બહુ ઠેકાણૂ ન હોય પણ એ એના ઘરની વાતો કરે અને મુલાયમ રીતે જાણી લે કે મારું તો બધું ઠીકઠાક છે ને

કૃષ્ણ દવે ~ ચાલો થોડુંક્ હસીએ * Krushna Dave

ચાલો થોડુંક્ હસીએઘણું ઘણું ભાઇ ઘણું જ રોયાચાલો થોડુંક્ હસીએ….થઈ શકે તો હોઠ ઉપર મુસકાન બનીને વસીએ મારો તારો કે પેલાનો નથી કોઈનો વાંકનાનો કે મોટો પણ સૌને લાગ્યો છે તો થાકમુઠ્ઠી મુઠ્ઠી નીરાંતના બે શ્વાસ મળે તો શ્વસીએચાલો થોડુંક્ હસીએ….. નથી કુહાડી થવું કોઇની નથી જ બનવું હાથાનથી ડ્હોળવી ભાષા નિર્મળ નથી કૂટવા માથાબની

ભગવતીકુમાર શર્મા ~ ઉદાસી * Bhagavatikumar Sharma

ઉદાસી આ સૂરજની આંખે ચડી છે,તમારા વિના સાંજ ડૂસકે ચડી છે. મને ઉંબરે એકલો છોડી દઈને,હવે ખુદ પ્રતીક્ષા ઝરૂખે ચડી છે. તમે નામ મારું લખ્યું’તું કદી જ્યાં,મધુમાલતી એ જ ભીંતે ચઢી છે. જરા ગણગણી લઉં તમારી સભામાં,ભૂલાયેલ પંકતિઓ હોઠે ચડી છે. ~ ભગવતીકુમાર શર્મા 31.5.21 કાવ્ય : ભગવતીકુમાર શર્મા સ્વર : સત્યેન જગીવાલા સંગીત :

ઈશિતા દવે ~ બંધ સાંકળ * Ishita Dave

બંધ સાંકળ સ્હેજ ખખડાવ તો સાચો કહુંતું હૃદયના બારણાં ખોલાવ તો સાચો કહું. જઇ હિમાળે હાડ ગાળી નાખવા સ્હેલા જ છેજિંદગીના જંગમાં જો આવ તો સાચો કહું તું પરીક્ષા કાયમી લીધા કરે, દે તો ખરોદીપ પાણીમાં અહીં પ્રગટાવ તો સાચો કહું ચોપડીના ચાર પાનાઓ ભણાવે થાય નહિઅર્થ ટહુકાનો જરા સમજાવ તો સાચો કહું કોઇની પણ

જિતેન્દ્ર પ્રજાપતિ ~ ખેંચતું કાયમ

ખેંચતું કાયમ મને ગઇકાલમાં એક આંસુ એવું છે રૂમાલમાં. રૂબરૂ તું આવ, કર ઉપચાર કૈંક તેં જ ચીપકાવી ઉદાસી ભાલમાં. સૂર્ય ઊગ્યો છે છતાં કલરવ નથી પંખીઓ શું ઉતર્યા હડતાલમાં ? એક તારી યાદનું કૈં ના થયું મેં ચણી દીધું ઘણું દીવાલમાં. આવ, તારી જિંદગી અજવાળી જા સૂર્ય મૂકું છું શબદના ફાલમાં. – જિતેન્દ્ર પ્રજાપતિ તેં જ

Scroll to Top