વિપુલ માંગરોલિયા ‘વેદાંત’ ~ સાથે છે
સાથે છે પણ અળગાં લાગે માણસ વચ્ચે પડદા લાગે. દર્પણની આદત છે ભૂંડી અવળા છે તે સવળા લાગે. સ્વીચોમાં મોસમ અટવાણી તડકાને શીતળતા લાગે. થોડો અમથો ગોળ કરી દે પથ્થરને ઈશ્વરતા લાગે. કિસ્મત જો સાથે ના હો તો પાણીમાં પગ બળતા લાગે. બાળકના પ્રશ્નોની સામે જીભે લોચા વળતાં લાગે. મંદિરમાં માથું અફળાયું લોકોને શ્રીફળતા
