મુકેશ જોશી ~ તે આ મુજબ * Mukesh Joshi

આપને જોયા પછી જે કંઇ થયું તે આ મુજબઆંખ લૂછી તે છતાં જે રહી ગયું તે આ મુજબ. બે’ક પંખી, બે’ક વાદળ, સૂર્યને બદલે દીવોઆટલું આકાશ કોઇ દઇ ગયું તે આ મુજબ. ’આપ મારી જિંદગી છો’ સો વખત ગોખ્યું હતુંસો કરી વાતો છતાં જે રહી ગયું તે આ મુજબ. એક શીશીમાં સુગન્ધીદાર ડૂસકાંઓ રડેમોગરાનું ફૂલ

ડો. પુરુષોત્તમ મેવાડા ‘સાજ’ Purushottam Mevada

મૌનમાં કાયમ રહે એ શક્ય છે લાગણી મોઘમ રહે એ શક્ય છે. ના મિલાવો આંખ સાથે આંખને ચેપનું જોખમ રહે એ શક્ય છે. ફૂલ આપો પ્રેમથી જો કોઈને હાથમાં ફોરમ રહે એ શક્ય છે. પાનખર તો આવશે ને જાય પણ વૃક્ષ લીલુંછમ રહે એ શક્ય છે. ‘સાજ’ની આ જિંદગી તો ખેલ છે દાવમાં અણનમ રહે

સંજુ વાળા ~ સંતો * Sanju Vala

સંતો ! નહીં આવન નહીં જાવન ન કોઈ જાતરાસંતો ! પડ્યા પાસા ભલે પોબાર પણ ના થઈ શક્યાં આયોજનો આગોતરાંસંતો ! નહીં આવન, નહીં જાવન, ન કોઈ જાતરા.   છો ને રૂપેરી આભ નવલખ તારલાના ઝળહળાટે હોઠમાં મરકે, હસેઅપની મઢૂલી માંહી રાજી સાધુજન, ના વૃત્તિમાંથી સહેજ પણ ચસકે, ખસેસંતો ! જગન જિવાઈના માંડે અને સૌ

સિકંદર મુલતાની ~ તું નથી

તું નથી કે નાવ, તટ, ને સાંજ – દરિયો સ્તબ્ધ છે, અડપલી આ અલકલટ,  ને સાંજ – દરિયો સ્તબ્ધ છે ! આંખમાં અંધાપો છે,  ને ખાલીપો છે દિલ મહીં, હોઠ પર છે તારી રટ,  ને સાંજ – દરિયો સ્તબ્ધ છે ! ભોટ દિલને છે હસાવે,  તો રડાવે પણ કદી, પ્રેમ છે આ કેવો નટ,  ને

હર્ષિદા ત્રિવેદી ~ સાવ સૂની * Harshida Trivedi

🥀 🥀 *પગલાં પાડીએ* સાવ સૂની શેરીઓમાં આવ, પગલાં પાડીએ! હાથમાં લઈ હાથ’ને બસ પ્રેમથી પંપાળીએ!  એક – બે કોશોમાં  વસતાં કેટલાં નગરો અહીં, વ્હાલને વાદળ ગણીને આભ લગ વિસ્તારીએ!  આંગણામાં એક નાનો છોડવો ઊગ્યો ભલે, એ સુગંધી છોડવાને હુંફથી સંવારીએ!  દંભના બુરખાઓ પહેરી આ રમકડાં કૂદતાં, પ્રેમ – કરુણા જ્યોતથી એમને અજવાળીએ!  જુઠના ઢગલા પડ્યા છે ચોક –

નીતા રામૈયા ~ વરસાદ * Neeta Ramaiya

પહેલે વરસાદે, કેમ કરી પામવા મોસમના અઢળક મિજાજ;ઊભા રહો તો રાજ, આંખ ભરી જોઇ લઉં, વાદળ ને વીજના રુઆબ. વહેલી સવારથી ઘેરાયું આભ અને આભમાં વરતાયુંઆષાઢી કહેણનું વણછુટ્યું બાણ;ઊભા રહો તો રાજ, માણી લઉં બે ઘડીઆકાશી રાજનાં લહાણ…. વહેતી હવાને ચડે મઘમઘતું ઘેન અને આભથી વછૂટે કેવાંમેઘભીનાં વેણનાં રૂમઝૂમતાં વહેણ;ઊભા રહો તો રાજ, પૂછી લઉં

પરબતકુમાર નાયી ~ તું નહીં જાણી શકે * Parbatkumar Nayi

તું નહીં જાણી શકે શું અર્થની કાતિલ અણી છે તેં કદી તારા આ નખથી શબ્દની પીડા ખણી છે ? નટની આંખો જોઈ ભીની આપણી આંખોય વરસેમંચ પર ભજવાય છે જે એ કથા શું આપણી છે ? વાત સાચી હો ભલે શુભ કામમાં છે વિઘ્ન લાખો,તે છતાં શુભ કામ કરવું એ જ તો પારસમણી છે. મધ્યમાં તો

કનૈયાલાલ ભટ્ટ ~ મા

એ પછી ના વારતા મેં સાંભળી મા યાદ આવે એ પછી ના એકપણ ક્ષણ ઝળહળી મા યાદ આવે. જ્યારથી હું ગામડું, કૂવો, નદી, ઘર છોડી ચાલ્યો લાગણી ઓછી, વધુ પીડા મળી, મા યાદ આવે. એટલે ફળિયું હજી જાગે ને મૂંગો ઓરડો છે દીકરી ઘર બહાર જાવા નીકળી, મા યાદ આવે. હૂંફ, સપનાં, વારતા, ચોપાઈ, હાલરડાં

હર્ષદ ત્રિવેદી ~ ફરી મલકાવતાં

ફરી મલકાવતાં આંગણ ઘણી તકલીફ લાગે છે ફરીને બાંધતા તોરણ ઘણી તકલીફ લાગે છે. પ્રથમ દરિયાને પણ હૈયામહીં ધરબીને રાખ્યો’તો હવે નાનું ઝરણ છે પણ ઘણી તકલીફ લાગે છે. સદા કરતા હતા જે મોરલા ગ્હેકાટ વણથંભ્યા હવે બોલી શકે છે પણ ઘણી તકલીફ લાગે છે. નથી ઉલ્લાસ આંખોનો નથી આધાર હૈયાનો હવે કરતાં નવું કામણ

Scroll to Top