હર્ષ બ્રહ્મભટ્ટ ~ આજ એની * Harsh Brahmabhatt

આજ એની યાદમાં રસ્તા રડયા,કઈ દિશામાં કાફલા રઝળી પડ્યા? થાય છે એમાં જ ગણના સ્મિતની,જેટલા કરતબ મને ના આવડ્યા. ખારવા દરિયા તરફ જાશે હવે ?ઝાંઝવામાં જેમને મોતી જડ્યા. માછલીઘર તૂટવાના દ્રશ્યમાંકાચના ટુકડાય ભેગા તરફડ્યા ! કાલ તો ચોક્કસ ઘડીશું રોટલો,આજ પાછા એવા મનસૂબા ઘડ્યા. – હર્ષ બ્રહ્મભટ્ટ એકેક શેર નોખી નોખી ભાત લઈને આવે છે. કાચના

હર્ષા દવે ~ છેલ્લો પ્રવાસ છે * Harsha Dave

છેલ્લો  પ્રવાસ છે,ઘટમાં ઉજાસ છે. આ ખોળિયું ઘણો,મોંઘો લિબાસ છે. જીવન ગઝલનો તું,અંત્યાનુપ્રાસ  છે કાં તું  કશે નથી,કાં આસપાસ છે. બે-પાંચ શબ્દનો,મારો ગરાસ છે. હસવું રૂદન તણો,અણઘડ પ્રયાસ છે.  – હર્ષા દવે ટૂંકી બહરની અને ઊંડી આધ્યાત્મિકતાથી છલોછલ આ રચના તરત ધ્યાન ખેંચે એવી નોંધપાત્ર છે. જાતનું અવલોકન ઘણી ક્ષિતિજો ઉઘાડે છે અને એમાંય જ્યારે એ

વારિજ લુહાર ~ ઝંપી ગયેલા * Varij Luhar

🥀🥀 ઝંપી ગયેલા સૂર્યની લાલાશ ડંખે છે મને,થોડો-ઘણો આ રાતનો અજવાસ ડંખે છે મને. હું સાવ કોરોકટ્ટ મને મળતો રહું છું હરવખતને તોય મારી ખાનગી ભીનાશ ડંખે છે મને. હું રોજ ભાતીગળ થતો જાઉં ગમે રંગો બધા,પણ ભીતરે છાતીસમી કાળાશ ડંખે છે મને. આ ભીડમાં ગમતું નથી, સ્હેજેય ખી ખી ચોકમાં,સાચું કહું મારો જ આ

જયંત ડાંગોદરા ~ સજનવા * Jayant Dangodara

કલમ કેટલુંય લખી ગઈ સજનવાછતાં સાવ કોરી રહી ગઈ સજનવા. તને પી જવાની ઉતાવળ કરી તોતરસ લાલ પીળી થઈ ગઈ સજનવા.  નદી થઈ ગઈ જે બધી એષણાઓમને તોડી ફોડી ધસી ગઈ સજનવા. કરી એક ઈચ્છા તને પામવાનીમનોમન ગઝલ ત્યાં વહી ગઈ સજનવા. હવે તું કદીયે પ્રગટ ના થતો બસ,મને આ અવસ્થા ગમી ગઇ સજનવા. – જયંત

સુચિતા કપૂર ~ કહે * Suchita kapoor

🥀🥀 કહે, ક્યારે તેં મને ચાહી હતી ? યૌવન ઉંબરે હતું ત્યારે ? ત્યારે તેં મને ચાહી હતી ? કે લગ્નની વેદી પર જીવવા-મરવાના કોલ આપ્યાં હતા ત્યારે ? ત્યારે તેં મને ચાહી હતી ? કે સાહચર્યની શરૂઆત થઇ ત્યારે ? કે માતૃત્વના મંડાણ થયા ત્યારે ? ત્યારે તેં મને ચાહી હતી ? કે યૌવન

ભગવતીકુમાર શર્મા ~ મારે રુદિયે * Bhagavatikumar Sharma * Prahar Vora

મારે રુદિયે બે મંજીરાં:એક જૂનાગઢનો મહેતો, બીજી મેવાડની મીરાં… કૃષ્ણકૃષ્ણના રસબસ રણકેપડે પરમ પડછન્દા: એક મંજીરે સૂરજ ઝળહળ,બીજે અમિયલ ચન્દા. શ્વાસશ્વાસમાં નામસ્મરણના સરસર વહત સમીરા… રાસ ચગ્યો ને હૈડાહોંશેહાથની કીધી મશાલ; વિષનો પ્યાલો હોઠ પામીનેનરદમ બન્યો નિહાલ. હરિનાં જન તો ગહનગભીરાં, જ્યમ જમુનાનાં નીરાં…મારે રુદિયે બે મંજીરાં.  – ભગવતીકુમાર શર્મા એક શબ્દ પણ ઉચ્ચારવાનું મન

હરિકૃષ્ણ પાઠક ~ જળમાં લખવાં નામ * Harikrushna Pathak

ઊણાં-અધૂરાં મેલી કામ,ભાઈ મારે જળમાં લખવાં નામ.ભાઈ મારે જળમાં લખવાં નામ. આગમની એંધાણી મળે ન તોયેરાખવા દોર ને દમામ,ઝંખવાતી નજરુંના દીવડેઆંજવા તેજને તમામ.ભાઈ મારે જળમાં લખવાં નામ. ઊબડ-ખાબડ પંથ પડ્યા છે તોયેભીડવી ભવની હામ,રથ અરથના અડધે તૂટેઠરવા નહીં કોઈ ઠામ. તોયે મારે જળમાં લખવાં નામ,ભાઈ મારે જળમાં લખવાં નામ.  – હરિકૃષ્ણ પાઠક સર્જનપ્રક્રિયા કંઈક અંશે આવી

પ્રફુલ્લ રાવલ ~ મારી આહ * Prafull Raval

તોય જરાય ન ભીંજાવાયુંએમ તો પડ્યો તો મૂશળધાર વરસાદ કલાકો સુધીઆવું બન્યું છે, બનતું રહે છે આજેયે અવારનવાર બારીમાંથી દેખાતું આકાશછે એવું નથી એ કોણ માનશે ?કોણ માનશે મારી હથેળીની રેખાઓ ભૂંસાવા માંડી છેને ટેરવાં સ્પર્શની ભાષા ભૂલી ગયા છેવળી શબ્દો જાણે મારી રહ્યા છે ડંખકોણ માનશે મારી આંખમાં હું આથમી ગયો છું ! કોણ

હરીશ ઠક્કર ~ હર વખત

હર વખત જીતી જવાની આ શરત મુશ્કેલ છે,શ્વાસ સાથે હાથતાળીની રમત મુશ્કેલ છે. માહ્યલા ! તું છોડી દે એવી મમત મુશ્કેલ છે,રાખવો રાજી તને આખો વખત મુશ્કેલ છે. ત્યાં સુધી તો થોભ કે થોડી ઘણી તો કળ વળે,માફ કરવો છે તને પણ એ તરત મુશ્કેલ છે. કોઈ સામે આવીને લલકારે તો પહોંચી વળું,આજીવન દુર્ભાગ્ય સાથેની

સુરેશ દલાલ ~ કમાલ કરે છે Suresh Dalal

કમાલ કરે છે, કમાલ કરે છે,એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે. ડોસો જાગે ત્યારે ચશ્માં આપે અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે,લોકોનું કહેવું છે કે ડોસી તો આમ કરી ડોસાને શાને બગાડે ?મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો, ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે ! નિયમ પ્રમાણે દવા આપે છે રોજ અને રાખે છે ઝીણું

Scroll to Top