કિશોર બારોટ ~ આતંકી હાથ * Kishor Barot

આતંકી હાથ રોજ લંબાતા જાય, પુરી દુનિયાને લેવાને પાશમાંઅલ્લાના બંદાનો પ્હેરીને વેશ, જુઓ નીકળ્યાં છે ટોળાં પિશાચના……..  બુરખો પ્હેરીને હવે તરવાનું માછલીએ, ફૂલોએ પઢવી નમાજ,કોયલને એ રીતે ગાવાનું, માળાની બા’રો ના આવે અવાજ, પંખીઓ, ‘પાંખોને સંકેલી દો, નથી ઊડવાનું કોઈએ આકાશમાં.’અલ્લાના બંદાનો પ્હેરીને વેશ, જુઓ નીકળ્યાં છે ટોળાં પિચાશના…….  તસ્બીને બદલે છે હાથે બંદૂક, એનાં

લોકગીત : અમર રાખડી   

કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રેદીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રેકુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રેમારા બાલુડાં ઓ બાળ તારા પિતા ગયા પાતાળહાંરે મામો શ્રીગોપાળ કરવા કૌરવકુળ સંહારકુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે હે… માતા પહેલે કોઠે કોણ આવી ઊભા હશે રે?પહેલે કોઠે ગુરુ દ્રોણ એને જગમાં જીતે કોણકાઢી કાળવજ્રનુ બાણ લેજો પલમાં એના

મયૂર કોલડિયા ~ ચોમાસું બેઠું

ચોમાસું બેઠું, ને ઉપરથી સળવળતું સત્તરમું બેઠું છે કાંખમાં,હવે સપનાનો ઉત્સવ છે આંખમાં. ઊભા ઊભા રે હવે વાગે છે ઠેસ, હું તો ગબડું હયાતીના તળિયે,ઓસરીથી ઓગળીને રેલાતી જાઉં છું, આ કોના વિચારોના ફળિયે?ભીતર લે હિલ્લોળા સપનાનું જોર, મને, સમજણ! તું બાંધીને રાખ મા… વરસાદી છાંટાના પગરવ પર લાગ્યું કે વ્હાલમ ખખડાવે છે બારણાંભર મેઘાડંબર ને

તસલીમા નસરીન ~ મેં જોયો

મેં જોયોબજારમાં એક પુરુષને, એક સ્ત્રી ખરીદતાં મારે પણ ખરીદવો છે, એક પુરુષસાફ દાઢીમૂછ, ચોખ્ખા કપડાં, ઓળેલા વાળશરીર અને સ્નાયુઓ દેખાય એમ મુકાયો હોય જેમુખ્ય માર્ગ પર, વેચાવાતેને કોલરથી ખેંચીરિક્ષામાં ફેંકવો છેતેની ગરદન, પેટ અને છાતીમાં આંગળીઓ નાખીઘેર લાવી પટકવો છે પથારીમાંને પેટ ભરાય એટલેએડીવાળાં સેન્ડલથી ફટકારી, ગંદી ગાળો દઈહડસેલી મૂકવો છે: ‘ચાલ ફૂટ… તારી

મોના નાયક ‘ઊર્મિ’ ~ પ્રથમ ખુલ્લી આંખે * Mona Nayak

પ્રથમ ખૂલ્લી આંખે એ સપના ગણે છે,પછી સ્વપ્નમાં આવી ચૂંટી ખણે છે. આ માણસ અજાયબ ને અવળુ ભણે છે,ફસલને નહીં, વાવણીને લણે છે. નથી હોશ એને કે ગૂંગળાઈ જાશે…એ બારી વિનાની ઈમારત ચણે છે. વચન આપીને પણ ક્યાં આવે છે એ, સૈં !છતાંયે સતત પગરવો રણઝણે છે. વિના કારણે પહેલા વિખરાઈ જાશે,પછી એ સમેટીને ખુદને

રિયાઝ દામાણી ~ પાણી આપી

પાણી આપી જાતિ પૂછી. વાત મને આ કાયમ ખૂંચી. દસે દિશાએ દરવાજા છે, ખોલો તાળું લ્યો દઉં કૂંચી. અંદર જગ્યા આપે સૌને, એ મેડી છે સૌથી ઊંચી. કામ કર્યું સહુએ જોવાનું, કોણે, કોની આંખો લૂંછી ! કણકણમાં વસવાટ કરે છે, એની કરવી શી જાસૂસી ! ટોળામાં જીવે છે લોકો, અમને એમાં ક્યાં છે રૂચી ?

ઝવેરચંદ મેઘાણી ~ કસુંબીનો રંગ * Jhaverchand Meghani

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગહો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ….. બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગહો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ….. દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગસાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગહો રાજ મને લાગ્યો કસુંબીનો

લોકગીત – મોરબીની વાણિયણ

કૂવા કાંઠે ઠીકરી, કાંઇ ઘસી ઊજળી થાય,મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય આગળ રે જીવોજી ઠાકોર,વાંહે રે મોરબીનો રાજા,ઘોડાં પાવાં જાય. કર્ય રે, વાણિયાણી, તારા બેડલાનાં મૂલ;જાવા દ્યો,જીવાજી ઠાકોર,જાવા દ્યો, મોરબીના રાજા,નથી કરવાં મૂલ;મારા બેડ્લામાં તારા હાથીડા બે ડૂલ….  કર્ય રે, વાણિયાણી, તારી ઇંઢોણીનાં મૂલ;જાવા દ્યો,જીવાજી ઠાકોર,જાવા દ્યો,મોરબીના રાજાનથી કરવાં મૂલ;મારી ઇંઢોણીમાં તારાં ઘોડલાં બે ડૂલ…..  કર્ય રે,

પુષ્પા વ્યાસ ~ નજર કરું * Pushpa Vyas

નજર કરું ત્યાં નારાયણ ને હાથ ધરું ત્યાં હરિપગ મૂકું ત્યાં પુરુષોત્તમ ઘર, એ ઘરમાં હું ઠરી. હૈયાદૂબળી હું ને પાછી, મોઢે મોળી ખરીદીવો પ્રગટ્યો ત્યાંતો – ટવરક ટવરક વાતું કરી ! ઘંટી પાણી વાસીદું ને ચૂલો ઘરવખરીજ્યાં જ્યાં કામે લાગું ત્યાં ત્યાં મંદિર ને ઝાલરી ! ભવખેતરને ખેડી રાખ્યું, કૂવો કાંઠા લગીમેં તો વાવી

જલન માતરી ~ રહસ્યોના પડદાઓ * Jalan Matari

રહસ્યોના પડદાઓ ફાડી તો જો? ખુદા છે કે નહીં હાક મારી તો જો? પલાંઠી લગાવી ના બેસી રહે, તું મુઠ્ઠીઓ વાળીને ભાગી તો જો? ખબર પડશે આવે છે કેવી મજા, તું મુજ જેમ અશ્રુ દબાવી તો જો? હશે તો ઊઠી દોડવા માંડશે, તું પ્રારબ્ધને લાત મારી તો જો? ક્રમ વછૂટી જશે છોડતાં છોડતાં, તું પ્રીતિ તણી ગાંઠ વાળી તો જો?

Scroll to Top