રન્નાદે શાહ ~ આ હવામાં * Rannade Shah
આ હવામાં ક્યાંક તારી ગન્ધ છેતું નથી એ પણ સમયનો રંગ છે. હું શ્વસું કેવળ તને પાગલ થઇશ્વાસમાં એથી ધબકતો છંદ છે. આ પ્રતીક્ષાને મળે લાંબી ક્ષણોઓ સમય ! બદનામ તારો વંશ છે. આંખના ઝાકળ હવે ક્યાં બેસશે ?પાનખરની ચાલમાં પણ કંપ છે. ભીડમાં દોડ્યા કરું છું એકલીઆ વિરહ તારા સુધીનો પંથ છે… ~ રન્નાદે
