લોકગીત – સાત સાત ભાઈઓ
સાત સાત ભાઈઓ ને એક બેનડી રે લોલ પહેરી ઓઢી કરે લીલા લહેર જો… સાત ભોજાઈમાં નણંદ લાડક્યાં રે લોલ.. બાલુડો વેશ બેનીનો વયો ગયો રે લોલ મંડાણી લગનિયાની વાત જો લગન લીધાં બેનીના ઢૂંકડા રે લોલ એ જી રે… લગન લીધાં બેનીના ઢૂંકડા રે લોલ… પાણી પરમાણે પૈસો વાપર્યો રે લોલ પેટિયું પટારા પચાસ
