જાગ્રત વ્યાસ ‘મધુકર’ ~ સિવાકાસિનાં મજૂરો
સિવાકાસિનાં મજૂરોની વેદના : જાગ્રત વ્યાસ ‘મધુકર (સૉનેટ, છંદ – મંદાક્રાંતા) લે પોટૅસિયમ કર પછી સલ્ફર સ્હેજ નાખ્યું બાળી નાખ્યું જીવતર અમે સૌ મકાનો ઉજાળી એના ભેગું દલન કરવા ચારકોલ ઉઠાવ્યું ઝંખ્યું અભ્યુદય જગતનું હાથ બે રોજ બાળી…. ઍલ્યુમિનિયમ તરત ત્યાં તે પછી તો ઉમેર્યું લૈ હાથોમાં તિમિર, સહુને રોશની નિત્ય આપી થોડું ટીટેનિયમ ચપટી એ મહીં
