કવિ રાવલ  ~ ઘર છે જ નહિ * Kavi Raval  

ઘર છે જ નહિ – તો બોલ, ક્યાંથી હોય સરનામું ? !આ સ્પષ્ટતા મારી – બની ગઈ એક ઉખાણું… આંખો જરા પહોળી કરી – પાછા જુવે સામુંવણઝારને હોતું હશે ક્યારેય ઠેકાણું ? !… જીવન ગતિ છે – ચાલ તેની માપતા લોકો..જાણે કરે ધંધો, હિસાબો ને લખે નામુ… મારી ફકીરી જાતનો સૌ ધર્મ પૂછે છે…મન થાય

तेरी ख़ुश्बू का ~ परवीन शाकिर

तेरी ख़ुश्बू का पता करती हैमुझ पे एहसान हवा करती हैशब की तन्हाई में अब तो अक्सरगुफ़्तगू तुझ से रहा करती हैदिल को उस राह पे चलना ही नहींजो मुझे तुझ से जुदा करती हैज़िन्दगी मेरी थी लेकिन अब तोतेरे कहने में रहा करती हैउस ने देखा ही नहीं वर्ना ये आँखदिल का एहवाल कहा

નજરનાં જામ ~ બરકત વિરાણી ‘બેફામ’

નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમેજીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમ તમને બોલાવે પ્યાર તમે ઉભા રહોદિલના ખુલ્લાં છે દ્વાર તમે ઉભા રહો જીવનને આંગણે આવીને ચાલ્યા ક્યાં તમે,નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે… મારી થઇ ગઇ છે ભુલ મને માફ કરોમેં તો આપ્યા છે ફુલ મને માફ કરોપ્રણયના ફુલ કરમાવી ને ચાલ્યા ક્યાં તમેનજરનાં

રમેશ પારેખ Ramesh Parekh

ગિરિધર ગુનો અમારો માફ ~ રમેશ પારેખ ગિરિધર ગુનો અમારો માફ તમે કહો તો ખડ ખડ હસીએં, વસીએં જઈ મેવાડ માર અબોલાનો રહી રહીને કળતો હાડોહાડ સાવરણીથી આંસુ વાળી ફળિયું કરીએં સાફ ગિરધર ગુનો અમારો માફ મીરાં કે પ્રભુ દીધું અમને સમજણનું આ નાણું વાપરવા જઈએ તો જીવતર બનતું જાય ઉખાણું પેઢી કાચી કેમ પડી છે જેના

કરસનદાસ માણેક ~ જીવન અંજલી * Karsandas Manek

જીવન અંજલી થાજો ~ કરસનદાસ માણેક જીવન અંજલી થાજોમારું જીવન અંજલી થાજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજોદીન દુઃખિયાના આંસુ લ્હોતા, અંતર કદી ન ધરાજો. સતની કંટાળી કેડી પર, પુષ્પ બની પથરાજો;ઝેર જગતના જીરવી જીરવી, અમૃત ઉરના પાજો. વણથાક્યા ચરણો મારા, નિત તારી સમીપે ધાજોહૈયાના પ્રત્યેક સ્પન્દને, તારું નામ રટાજો. વમળોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક

કિરણ ‘રોશન’

જિંદગી કંઈ એટલી ખારી નથી! ~ કિરણ ‘રોશન’ જિંદગી કંઈ એટલી ખારી નથી! ટેવ બસ ફરિયાદની સારી નથી તે ચહ્યું એ ના મળ્યું તો શું થયું? કોણે અહીં ઈચ્છા કદી મારી નથી! એક જ ઘરમાં કેટલી ભીંતો ચણી! સગપણોમાં ક્યાંય પણ બારી નથી રક્તનું થીજી જવું પોસાય નહીં આગ દિલની એટલે ઠારી નથી હો કછોરું તોય રાખે હેતથી

લતા હિરાણી ~ નરસૈયાનું નામ * Lata Hirani

નરસૈયાનું નામ જ લેતાં ~ લતા હિરાણી આદિ તું, મધ્ય તું, અંત તું શ્રીકવિ, પૂર્ણને પામિયો શ્વાસ તારોતું જ ગોપી મહીં, તું જ કાના મહીં, વાંસળી-સૂરમાં વાસ તારો. હાથ કરતાલ ને એ ચરણ નાચતાં, રાગિણી રાગનો રાસ થાતોશામળા સંગ જે પ્રેમરસ પામતો, ઉર મહીં કેમનો એ સમાતો ! નીરખે આભમાં હરજીને હરઘડી, બાથમાં હરપળે એ

હિમલ પંડ્યા

અફવા જે ઉડાડી હતી ~ હિમલ પંડ્યા અફવા જે ઉડાડી હતી, સાચ્ચી જ નીકળી આ જિંદગી તૂરી અને ખાટ્ટી જ નીકળી. ઇચ્છાનાં હરણ બેખબર થૈ દોડતાં રહ્યાં ને ઝાંઝવાની દોટ તો પાકકી જ નીકળી. ક્યારેય સમય પર એ વ્યક્ત થઇ શકી નથી આ લાગણી છેવટ સુધી બાઘ્ઘી જ નીકળી. તારા ગયા પછીથી આ પાંખી હથેલીમાં પીડાની રેખાઓ

નરેશ કે. ડોડિયા ~ આજ તો વરસાદમાં * Naresh K. Dodiya 

આજ તો વરસાદમાં આજ તો વરસાદમાં છત્રીને શરમાવી દીધી,આભની સાથે મેં મારી જાત વરસાવી દીધી એ વીતેલી કાલના ગાતી રહી ગાણા અને,હોઠ પર હળવેકથી મેં આજ ચીપકાવી દીધી સહેજ ફણગાવીને મીઠો શબ્દ એની આંખમા,મૌનની સૈકા પુરાણી ગાંઠ ખોલાવી દીધી મેં જરી ઝુલ્ફો હટાવી કાનમાં એને કહ્યું,એમણે આંખોને બીજે ક્યાંક સરકાવી દીધી એક પંખી જેમ થરથર

અમૃત ઘાયલ ~ ગભરૂ આંખોમાં Amrut Ghayal

ગભરૂ આંખોમાં કાજળ થઈ ~ અમૃત ઘાયલ ગભરૂ આંખોમાં કાજળ થઈ લહેરાઈ જવામાં લિજ્જત છેચર્ચાનો વિષય એ હોય ભલે ચર્ચાઈ જવામાં લિજ્જત છે. વેચાઈ જવા કરતાંય વધુ વહેંચાઇ જવામાં લિજ્જત છેહર ફૂલ મહીં ખુશબો પેઠે ખોવાઈ જવામાં લિજ્જત છે. પરવાના પોઢી જાયે છે ચિર મૌનની ચાદર ઓઢીને,હે દોસ્ત, શમાની ચોખટ પર ઓલાઈ જવામાં લિજ્જત છે. દુ:ખ પ્રીતનું જ્યાંત્યાં ગાવું શું?

Scroll to Top