નિસર્ગ આહીર ~ નદીકિનારે * Nisarg Ahir

નદીકિનારે પ્રાચીન મંદિર મંદિર છે એટલે આવે છે લોકો દર્શન કરે ઝટપટ જતાં રહે કેટલાંક કેટલાંક નદીને નીરખે ઘડીક કોઈનું ધ્યાન જાય ના નદી વચ્ચે પડેલા પથ્થર પર ને નજર જાય તો ટકે નહીં કેવળ પથ્થર જાણે છે કે નદીનું નદીત્વ એને જ કારણે છે કેવળ મંદિર જાણે છે કે મંદિરત્વ પથ્થરને કારણે જ છે

ધૂળ – પ્રવીણ દરજી * Pravin Darjee

અમે ધૂળના,લથબથ ધૂળથી રગદોળાયા ઉપર-નીચેઆજુબાજુ, બધેય બસ ધૂળ, ધૂળ ને ધૂળ સ્તોત્ર અમારું, ગોત્ર અમારુંમૂળ અમારું, કુળ અમારુંધૂળ, ધૂળ ને ધૂળ ધૂમ મચાવે ધૂળ બધે આગંધ એની ને- રંગ-જંગ પણ એનાં ગાન-નાચની વાત અરે, શી!સાન-ભાન પણ ત્યાંથી હ્રાસ અને ઇતિહાસ બધું ત્યાં ધૂળ કથા થઈ ધબકે,ચરણ ચાલતાં એના સ્પર્શે, મસ્તકને એ કર્ષેરંધ્ર રંધ્રમાં રજ ભળી

अशोक वाजपेयी ~ वे बच्चे

वे बच्चे – अशोक वाजपेयी प्रार्थना के शब्दों की तरहपवित्र और दीप्तवे बच्चे उठाते हैं अपने हाथ¸अपनी आंखें¸अपना नन्हा–सा जीवनउन सबके लिएजो बचाना चाहते हैं पृथ्वी¸जो ललचाते नहीं हैं पड़ोसी सेजो घायल की मदद के लिएरुकते हैं रास्ते पर। बच्चे उठाते हैंअपने खिलौनेउन देवताओं के लिए–जो रखते हैं चुपके सेबुढ़िया के पास अन्न¸चिड़ियों के बच्चों के पास

દીપ્તિ ભગત વછરાજાની~ રણઝણે વાદ્ય

દીપ્તિ ભગત વછરાજાની ‘શિવા’ રણઝણે વાદ્ય ને ઝણઝણે છંદ-લય હીંચકે, શારદે અંકમાં વિશ્વનું વાડ્મય હીંચકે. અંકુરિત શબ્દમાં આવ તું, વ્યાપ તું, માતૃકા, ચઈડ-ચીં જિંદગી તે પછી કાવ્યમય હીંચકે. લોહીના ગ્રંથમાં તું ગીતાજ્ઞાન ઓ ભારતી, શૌર્યને ટોડલે એટલે જય-વિજય હીંચકે. આપણા સંગમે જ્ઞાનદા તીર્થ આ અવતરે, ઝૂમતો તાનમાં હીંચ લઈ ‘ને અભય હીંચકે. યુગ હતા, યુગ

કરસનદાસ માણેક ~ મને એ જ Karsandas Manek

મને એ જ સમજાતું નથી ~ કરસનદાસ માણેક મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છેફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે ! ટળવળે તરસ્યાં, ત્યહાં જે વાદળી વેરણ બને,તે જ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે ! ઘરહીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર :ને ગગનચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે ! દેવડીએ દંડ

ભદ્રેશ વ્યાસ ~ શિયાળો

શિયાળો ~ ભદ્રેશ વ્યાસ ‘વ્યાસવાણી’ થથરતી થથરતી ઊઠે છે સવારો, પડી જાય ટાઢો સૂરજનોય પારો. ઘડીભર તો લાગે કે જીતી જવાનો, એ તડકોય હારી જતો જંગ સારો. જરા બ્હાર નીકળો તો માલૂમ પડે કે, આ ધરતી ઉપર ટાઢનો છે પથારો. કડક ચોકી પ્હેરો દિવસભર રહે ને, સમી સાંજમાં તો થતા બંધ દ્વારો. અમે ઘેર જઇ હાથ લંબાવશું ને,

મંજરી ભારતન ~ માણસ

અડધોપડધો જાગે માણસ ~ મંજરી ભારતન અડધોપડધો જાગે માણસ રઘવાયો થૈ ભાગે માણસ. સૂરજનાં અજવાળાં છાંડી અંધારાંને તાગે માણસ. ઝુરાપાની જર્જર શાખે શમણાં લીલાં ટાંગે માણસ. જાતે પડતો ને આખડતો બીજાને પણ વાગે માણસ. સોનાના અંબારે બેસી રેતીના કણ માંગે માણસ. જ્યારે લૂછે કોઈનાં આંસુ તદ્દન સાચો લાગે માણસ. ~ મંજરી ભારતન ‘માણસ’ની ઓળખ, બંને રીતે આપી છે.

વારિજ લુહાર ~ મજાના શેર * Varij Luhar

‘જલરવ’  માર્ગ તો સઘળા હજી રસ્તે જ ભેળા થાય છેઆપણી કેડી બની છૂટી જવાનું આપણે.**** રાખવા અકબંધ મારા ‘હું’ પણાના વસ્ત્રનેહું જ સંધાતો રહું ને હું ને હું તૂટ્યા કરું.**** જો ટકોરા મારવાથી હાથ ધ્રૂજે સહેજ પણહાથ ત્યાં હળવેકથી જોડી અને પાછા ફરો.**** માછલીની આંખમાં માછલી જોવા મળેખારવો આખો ને આખો જાળમાં ગોથે ચડે.**** વાસી

દલપતરામ  ~ ઓ ઈશ્વર * Dalpataram

*ઓ ઇશ્વર ભજીએ તને* ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારાં કામ… હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ, ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ… પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય, ભૂખ્યા કોઈ સૂએ નહીં, સાધુ સંત સમાય… અતિથિ ઝાંખો નવ પડે, આશ્રિત ના દુભાય,

लता हिरानी ~ अंधेरे का आलम * Lata Hirani * લતા હિરાણી

अंधेरे का आलम ~ लता हिरानी अंधेरे का आलम जब मुझे घेर लेता है दबोच लेता हैतब मेंरे कमरे में बिछ जाते हैं अपने आपएसे कई शब्द जो मैंने कहे थे और तुमने नहीं सुने थेऐसे भी कितने जो मैंने नहीं कहे थे पर तुमने सुन लिए थेऐसे तो अनगिनत जो घने मौन के साथ बहते

Scroll to Top