પ્રિયકાંત મણિયાર ~ એ સોળ વરસની Priyakant Maniyar
🥀 🥀 એ સોળ વરસની છોરી એ સોળ વરસની છોરીસરવરિયેથી જલને ભરતી તોયે એની મટકી રહેતી કોરી.એ સોળ વરસની છોરી ગગનભર્યા ઘનશ્યામ અષાઢી વાદળ કેરું એ તો અંજન આંજે,મઘમઘ મ્હેંક્યાં ડોલરનાં કૈં ફૂલ સરીખાં ગાલે ખંજન રાજે;જેની હલકે માયા ઢળકે એવી છાયા ઢાળે નેણ બિલોરી.એ સોળ વરસની છોરી મહીં વલોવે રણકે સોનલ કંકણ જેના મલકે
