લતા હિરાણી ~ તેં મને પૂછ્યું * Lata Hirani

તેં મને પૂછ્યું ~ લતા હિરાણી તેં મને પૂછ્યું,”તારી ઉંમર શું છે ?””કોણ જાણે ?”મારા સઘળા સૂરએકસામટા બોલી ઉઠયા.તેં મને પૂછ્યું, ”તું આવી કેમ છે ?”ને આંખોના અડાબીડમાંઊગી પડ્યો એક વિસ્મયનો સૂર્ય.”મને કંઇ જ ખબર નથીતેં જોયું છે કદી ?મારી ફરતે વીંટળાયેલું મેઘધનુષ ?” ~ લતા હિરાણી આ કવિતામાં કવિ શું કહેવા માંગે છે એના કરતા તમને

અંજના ભાવસાર ‘અંજુ’~ બસ એથી જ * Anjana Bhavsar

બસ એથી જ એ ~ અંજના ભાવસાર ‘અંજુ’ બસ એથી જ એ શિસ્ત કોઈ શીખ્યા નહિજઈ પાઠશાળાએ આંસુ ભણ્યા નહિ. હતો ટોચ પર દોસ્તોની સૂચીમાંજખમ એના દીધેલા એથી ગણ્યા નહિ.  ‘ભૂલી જા મને’ કહેવા આવ્યો છે કિંતુંનયન કેમ શબ્દોની સાથે રહ્યા નહિ? રિસાઈ ગઈ લાગણી એ દિવસથીગલીમાં ગયા એની, એને મળ્યા નહિ.  હૃદયથી એ પળભરમાં પહોંચી ‘તી આંખેશું

જિતેન્દ્ર પ્રજાપતિ ~ મજાના શેર

ચૂંટેલા શેર (પાછો ફર્યો છું હું) ~ જિતેન્દ્ર પ્રજાપતિ   દિવસ ઊગ્યો અને લ્યો સળવળી ફૂટપાથ બની ‘તી ઘર હવે રસ્તે ભળી ફૂટપાથ……….. ઝરણ ખળખળ કરી વાંચી રહ્યાં છે જુઓ તો વ્યોમનો કાગળ નથી ને !……..  આંખોના પાણીથી સંતાડી પરબારી વેચી છે ભણાવવા દીકરાને એક બાપે ખુદ્દારી વેચી છે…… આંખ પણ છે પહાડ નો પર્યાય દોસ્ત અશ્રુના

આસિમ રાંદેરી ~ કંકોતરી * Aasim Randeri

કંકોતરી ~ આસિમ રાંદેરી મારી એ કલ્પના હતી, વીસરી મને,કિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને,ભૂલી વફાની રીત, ન ભૂલી જરી મને,લ્યો એના લગ્નની મળી કંકોતરી મને ! સુંદર ના કેમ હોય, કે સુંદર પ્રસંગ છે,કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે ! કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ,જાણે ગુલાબી એના વદનના જવાબ સમ,રંગીનીઓ

હાલરડું – સૂઈ જા રે તું સૂઈ જા

હાલરડું – સૂઈ જા રે તું સૂઈ જા સૂઈ જા રે તું સૂઈ જાહેતે ઝૂલાવું તું સૂઈ જા ….. પૂનમના ચાંદ મુખડુ મલકેદેખી અમારા હૈયા રે છલકેપારણું ઝૂલાવું હાથ હલકે હલકેસૂતી ના સૂતી ત્યાં તું જાગે પલકે ….. કુસુમ, કોકિલા કે કુમુદ, કેતકીઉષા, અંજના, અરુણી, આરતીઅનેકાનેક તારા નામ, હું ધારતીઓવારણા લઈને ઉતારુ, આરતી ….. ચંદનના

નાઝિર સાવંત ~ માણસ છું * Nazir Savant

માણસ છું માણસ વચ્ચે માણસ થઈ પંકાઈ ગયેલો માણસ છુંવહેંચણ વચ્ચે વહેંચણ થઈ વહેંચાઈ ગયેલો માણસ છું. દર્દોને રાહત છે તો ઉપચાર જરૂરી કોઈ નથીદુનિયાના જખમો જીરવી રુઝાઇ ગયેલો માણસ છું. યત્ન કરો જો મનાવવાના, તરત જ માની જાઉંઅમથો અમથો આદતવશ, રિસાઈ ગયેલો માણસ છું. નાઝીર એવો માણસ છું જે કેમે કરી વિસરાય નહીંજાતને થોડી

પારુલ નાયક ~ કોઈ વેળા * Parul Nayak

ખખડધજ વૃક્ષને પણ ~ પારૂલ નાયક ખખડધજ વૃક્ષને પણ પાન ફૂટે છે કોઈ વેળા,લત્તા નાજુક ફરતે જાત વીંટે છે કોઈ વેળા, સવાલો મૂળ સાથે ઉછર્યા છો કે નહીં એ છે,નહીં તો ફૂલવું ફળવું ય છૂટે છે કોઈ વેળા! ભરોસા આંધળા મૂકો નહીં બસ આંખ મીંચીને,ખુલે આંખો પછી આકાશ તૂટે છે કોઈ વેળા! કહો કે તાપસી માફક કર્યુ

જિગર જોષી ~ મારે પૂછવા છે * Jigar Joshi 

મારે પૂછવા છે ~ જિગર જોષી ‘પ્રેમ’ મારે પૂછવા છે એક બે સવાલમમ્મીને પહેલેથી લાંબો આ ચોટલો ને પપ્પાને માથે કાં ટાલ?મારે પૂછવા છે એક બે સવાલ. એવું કાં? પાણીના ભા૨થી આ વાદળાંઓ કોઈ દિવસ થાય નહીં ભફ !આખો દિ’ પાણીની સાથે એ ૨મે એને થાય નહીં શરદી ને કફ?પેન્સિલ આ રોવા કેમ મંડતી નહીં હોય જ્યારે સંચો

અનિલા જોશી ~ તમે ગયા * Anila Joshi

*તમે ગયા* તમે ગયા. માની શકાતું નથી. પણ, ખાલીપાની અફાટ કળણ ભૂમિમાં ગળાડૂબ ઊતરી ગયા પછી કહેવું જ પડે છે કે હવે તમે ખરેખર નથી જ. સામે પૂરે તરતાં હું ક્યારેય થાકતી નહીં, પણ, હવે, ગળે આવેલા ડૂમામાં સાગર ડૂબી ગયો હોય તેમ લાગે દિવસ પછી રાત રાત પછી દિવસ બધું હતું એનું એ જ

દક્ષેશ ઠાકર ~ પીડા અમારી

પીડા અમારી ~ દક્ષેશ ઠાકર પીડા અમારી થોડી જીરવાય તું મળે તો દિવસોય એ પછીથી બદલાય તું મળે તો ઘેરું બની રહ્યું છે અંધારું જિંદગીનું અજવાળું સ્હેજ અંદર પથરાય તું મળે તો વેરાન જોઈ જોઈ થાકી ગઈ છે આંખો એ પણ બિચારી થોડું છલકાય તું મળે તો તડકાઈ બહુ ગયો છું તડકામાં બેસી બેસી છાંયો બધે એ

Scroll to Top