કિશોર જિકાદરા ~ મજાના શેર * Kishor Jikadara
ચૂંટેલા શેર ‘હૈયાસરસી’માંથી – કિશોર જિકાદરા જેવી તેવી વાત નથી, બહુ કાઠું છે એહૈયાસરસી ગમગીની ચાંપી છે વટથી. ~ કાચ એનો આપમેળે આ રીતે તૂટે નહીંકોઈ ઉત્કટ પ્યારથી તસવીરને ભેટયું હશે. ~ દૂધ કે જળધારને આપી ન’તી જેણે મચકએ જ પથ્થર અશ્રુમાં ભીંજાઈને પોચો પડ્યો. ~ દિવસે મારે લાંબો વાંસો કરવો પડશેખાંડીએક અજંપો રાતે દળવાનો છે.
