વિપિન પરીખ ~ મને મારી ભાષા * Vipin Parikh

મને મારી ભાષા   મને મારી ભાષા ગમે છે કારણ બાને હું બા કહી શકું છું. ‘મમ્મી’ બોલતાં તો હું શીખ્યો  છેક પાંચમા ધોરણમાં.  તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ મેં ‘મમ્મી’ કહીને બૂમ પાડેલી બા ત્યારે સહેજ હસેલી –  કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ લખી શકતી ! બા સર્વિસ કરવા

મરીઝ ~ જિંદગીને જીવવાની * Mariz

સમજી લીધી જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી,જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી. આટલાં વર્ષોની મહેનતનું પરિણામ આટલું !તારા દિલની આછી આછી લાગણી સમજી લીધી. દુઃખ તો એનું એ છે કે દુનિયાના થઈને રહી ગયા,જેના ખાતર મારી દુનિયા મેં જુદી સમજી લીધી. દાદનો આભાર, કિંતુ એક શિકાયત છે મને,મારા દિલની વાતને તેં શાયરી સમજી લીધી.

લતા હિરાણી ~ અરધું આકાશ * Lata Hirani

અરધું આકાશ ~ લતા હિરાણી અરધું આકાશ ક્યાંક ઝૂરે છે એકલું ને અરધું છે છાતીની અંદરટેરવાના કાનમાં સરવા થયા છે જો ને સૂરોના સાતે સમંદરમારા સૂરોના સાતે સમંદર….. પંખીની પીઠ પર બેસીને જાય એ વહેતી હવાને કોઈ રોકોટહુકાને કાનમાં કેદ કરી રાખે છે પથ્થરીયા ગામના લોકોરંગો ને પીંછી લઇ અરધા ઢોળાયા ને અરધા છે કાગળની અંદરમારા સૂરોના

રતિલાલ ‘અનિલ’ ~ રસ્તો

રસ્તો ~ રતિલાલ ‘અનિલ’ શહેરોમાં રહે છે, જંગલોમાં જાય છે રસ્તો,કહીં સંસાર માંડે , ક્યાંક સાધુ થાય છે રસ્તો . અહીંથી સાવ સીધો ને સીધો આ જાય છે રસ્તો,તમારા ધામ પાસે કેટલો વંકાય છે રસ્તો ! નથી પડતાં કદમ, તારા મિલન માટે નથી પડતાં,વિના વાંકે બિચારો વિશ્વમાં નિંદાય છે રસ્તો. પ્રણયના પંથ પર ક્યારેક લ્હેરાતો

જિજ્ઞા ત્રિવેદી ~ નથી માંગવી * Jigna Trivedi

નથી માંગવી  નથી માંગવી શ્વાસની આજ ભિક્ષા,કરીશું અમે જિંદગીની પ્રતીક્ષા. સમય સાથ આપે ન આપે ભલે ને,દુઆ સાથ અમને મળી આજ દીક્ષા. સમયના બહાને વફાની અમારી,ભલે દોસ્તો પણ કરી લે પરીક્ષા ! બધાં દોષ દુર્ગુણ નજરમાં સમાવી,અમે જાતની પણ કરી છે સમીક્ષા ! ગઝલના નશામાં કહી આ ગઝલ તો,અમોને કરી આકરી કેમ શિક્ષા ? ~ જિજ્ઞા ત્રિવેદી

રાજેશ બ્રહ્મભટ્ટ ~ મજાનાં શેર

એકધારું તું કદી પણ લાખ નહીં ને જરૂર કરતાં વધારે શ્વસ નહીં. ** સ્વપ્ન, ઇચ્છા કે નથી હું આયનો તે છતાંયે તૂટવાનું ક્યાં સુધી ? ** ક્યાં સુધી પીછો કરશે ભાગ્યનો એ ય ચકમો દઈને ભાગી શકે ! ** શેર સારો એક સૂઝે તે પછી રાત આખી ક્યાં કદી ઊંઘાય છે ? ** રામના હાથે

કૃષ્ણ દવે ~ ઑફ લાઈન સ્કૂલ * Krushna Dave

ઑફ લાઈન સ્કૂલ શરૂ થતાં ~  કૃષ્ણ દવે નાની નાની સ્કૂલબેગની ટોળી સામે મળીવળી વળી ભાઈ વળી જીવને થોડીક ટાઢક વળીયુનિફોર્મને ભેટી પડવા ફૂલ બની ગઈ કળીવળી વળી ભાઈ વળી જીવને થોડીક ટાઢક વળી……  નહીંતર આખ્ખું આભ હતું પણ પિંછું ક્યાં ફરફરતું ?માળામાંથી બ્હાર નીકળતા પંખી પણ થરથરતુંટળી ટળી ભાઈ ટળી ઘાત આ શ્વાસ ઉપરથી ટળીવળી વળી

લક્ષ્મી ડોબરિયા ~ મજાનાં શેર

‘તાસીર જુદી છે’ – પસંદગીના શેર મારી બધીયે વાતની તાસીર જુદી છે ભીતર પડી એ ભાતની તાસીર જુદી છે. ** છે શબ્દના કે મૌનના, નહિ તારવી શકો દેખાય નહિ એ ઘવાથી અજવાળું થાય છે.** ટેરવાં બોલ્યાં હતાં સ્હેજે અને બે હૃદયનો એકસરખો લય થયો.** તારી પહોંચ હોય તો બસ આટલું તું કર તારા સ્મરણને મારા સુધી

કલાપી ~ પડ્યા જખમ * Kalapi

પડ્યા જખમ સૌ સહ્યા ~ કલાપી પડ્યા જખમ સૌ સહ્યા, સહીશ હું હજુયે બહુ,ગણ્યા નવ કદી, ગણું નવ કદી, પડે છો હજુ ;અપાર પડશે અને જિગર હાય ! આળું થયું,કઠિન ન બનો છતાં હૃદય એ જ ઇચ્છું, પ્રભુ ! પડી વીજળી તે પડી સુખથી છો, બળું છું સુખે !અનન્ત ભભૂકા દહે, દહો, ગળું છું સુખે !ન દાહ

હરીશ મીનાશ્રુ ~ અમે અમથાં

અમે અમથાં અધીરાં અધૂરિયાં હો ~ હરીશ મીનાશ્રુ અમે અમથાં અધીરાં અધૂરિયાં હો એવાં રે સાવ અમે એવાં રે તોય કેવાં હળવાં હરિના હજૂરિયાં હો.. કાયા તો આવડીક કાચલી કથીર, એમાં સિંહણના દવઘોળ્યાં દૂધડાં કેવાં થાનોલે અમે ચપટીક બાઝયાં ને અધમણ દાઝયાં અબૂધડાં બત્રીસે કોઠે હરિ ભડકા ઊઠે ને ઘૂંટ જીરવ્યાં તો કેસરકપૂરિયાં હો…  અમે અમથાં અધીરાં

Scroll to Top