આરતી જોશી ~ હાથમાં મુકેલી
હાથમાં મુકેલી ~ આરતી જોશી હાથમાં મુકેલી મહેંદી જોઈને,યાદ કરતી હોઉં છું હું કોઈને ! તારા દીધેલા જખમને સીવતા,આખરે તૂટવું પડયું છે સોઈને. હસતા મોઢે હું તને સંભારું છું,થાકી ગઈ છું હું વિરહનું રોઈને. મારી નજરોમાં જ ઉત્તર વાંચી લે,હું નહિ બોલીશ સામે જોઈને નામ મારું જાતે પાડ્યું છે ‘અમી’,મેં નથી બોલાવી મારી ફોઈને ! ~ આરતી યુ
