ભગવતીકુમાર શર્મા ~ સુપણે મત આવો * Bhagavatikumar Sharma

હરિ, સુપણે મત આવો!મોઢામોઢ મળો તો મળવું, મિથ્યા મૃગજળમાંહ્ય પલળવું,આ બદરાથીતે બદરા તક ચાતકનો ચકરાવોહરિ, સુપણે મત આવો! પરોઢનું પણ સુપણું, એનો કબ લગ હો વિશ્વાસ?મોહક હોય ભલે, ફોગટ છે ચીતરેલો મધુમાસ.મુંને બ્રજ કી બાટ બતાવો…હરિ, સુપણે મત આવો!… સુપણામાં સો ભવનું સુખ ને સમ્મુખની એક ક્ષણ,નવલખ તારા ભલે ગગનમાં, ચન્દ્રનું એક કિરણ.કાં આવો, કાં

કવિ રાવલ ~ ન સવાર થઈ * Kavi Raval

ન સવાર થઈ ~ કવિ રાવલ ન સવાર થઈ ન સાંજ થઈ – ન વહી હવા, ન બહાર થઈન થયું કશું – ન થશે કશું – હું ઊભી છું માત્ર અભાવ થઈ અહીં બંધ છું હું કમાડ સમ નહિ આપમેળે ખુલી શકુંવિધિવત મને જો તું ખોલશે – હું તને મળીશ ઉઘાડ થઈ તરુવર હરિત ને હવા પુનિત, ઋજુ

પાર્થ તારપરા ~ પાણી અને બરફ

પાણી અને બરફ વિશે ~ પાર્થ તારપરા પાણી અને બરફ વિશે જે એક ભેદ હોય,આંસુ અને ડૂમામાં ફક્ત એ રહેલ હોય. આખું નગર જોઈ રહ્યું છે રાહ જેમનીએવું બને એ આવી ને ચાલી ગયેલ હોય. પહોંચી શકાય ત્યાં બધે પહોંચી જવાય નહીં,થોડીક દૂરતા હો, ભલે એક વેંત હોય માણી રહી છે જિંદગી એવી રીતે મને,જાણે કૃપાળુ

શયદા ~ જનારી રાત્રિ * Shayda

જનારી રાત્રિ  જનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે;કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે. હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે;તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે. વ્યથા શું હું વિદાય આપું? વિરામના શું કરું વિચારો?કરાર એવો કરી ગયાં છે – ન મારા દિલને કરાર આવે. કિનારેથી તું કરી

જયેન્દ્ર શેખડીવાળા ~ એક પળ * Jayendra Shekhadiwala

એક પળ શોધી ~ જયેન્દ્ર શેખડીવાળા એક પળ શોધી-મળી, ખોવાઈ ગઈએટલામાં જિંદગી ખોવાઈ ગઈ. ચૂપ ઊભી તું ને હું મૂંગો  તે છતાંવેદનાઓની કથા કહેવાઈ ગઈ. અર્થ ના ઊકલે તને તો શું કરું?ભાષા થઈને લાગણી રેલાઈ ગઈ ચાલ, ઊગવું, હોય છે શું જોઈએ,તું સડક વચ્ચે ભલે રોપાઈ ગઈ વાંક શો છે હસ્ત રેખાનો કહેતારી માફક માર્ગમાં ફંટાઇ

નાથાલાલ દવે ~ કામ કરે * Nathalal Dave

કામ કરે  કામ કરે ઈ જીતે રે માલમ !કામ કરે ઈ જીતે.આવડો મોટો મલક આપણોબદલે બીજી કઈ રીતે રે… ખેતર ખેડીને કરો સીમ સોહામણી !બાંધો રે નદીયુંના નીર;માગે છે દેશ આજ મહેનત મજિયારી,હૈયાના માગે ખમીર… હાલો રે ખેતરે ને હાલો રે વાડીએ,વેળા અમોલી આ વીતે;આજે બુલંદ સૂરે માનવીની મહેનતનાગાઓ જય જયકાર પ્રીતે… ~ નાથાલાલ દવે (3.6.1912-25.12.1995)  1912માં જન્મેલા

લવ સિંહા ~ સફળતા ક્યાં * Love Sinha

સફળતા ક્યાં ~ લવ સિંહા સફળતા ક્યાં માથે ચડે એમ છે!હજુ કોઈ અમને વઢે એમ છે ઘડીભર વિચાર્યું, તો‌ લાગ્યું મનેહજી આ સંબંધો બચે એમ છે લગોલગ જો બેઠો, તો સમજણ પડીહજી થોડું અંતર ઘટે એમ છે સમજવા ચહું છું તને  ક્યારનોપ્રયત્નો મૂકું, તો ગમે એમ છે ઘડીભર પ્રકાશીને થાકી ગયો ?તું જો, તારું સપનું ફળે એમ

કુણાલ શાહ ~ ગયા * Kunal Shah

ગયા   છે સલામત જે બધા ભાગી ગયા,આગ ઓલવતા ગયા દાઝી ગયા. આંખ રાબેતા મુજબ મીંચાઈ પણ,સ્વપ્ન બળવાખોર થઈ આવી ગયાં. એક પલ્લામાં જરા ઇચ્છા મૂકી,સામા પલ્લે કાટલા થાકી ગયા. ખાલી ખિસ્સાં હોત તો વાંધો ન’તો,આ તો પગનાં તળિયાં પણ ફાટી ગયાં. માંડ ચાદર પગ સુધી પહોંચી હતી,ત્યાં જ સહુ ભેગા થયા કાઢી ગયા. ~ કુણાલ

રન્નાદે શાહ ~ આંગળીના ટેરવે * Rannade Shah

આંગળીના ટેરવે ~ રન્નાદે શાહ આંગળીના ટેરવે ક્યાંથી મળે જળનું ટીપું ?સ્પર્શ ભીનાં ઝળહળે છે, ઝળહળે જળનું ટીપું.   છીપ પણ અકબંધ રાખી, સાચવો શમણું હજીખોલશો ના, તોડશો ના, ટળવળે જળનું ટીપું.   આંખની બારી ઉઘાડી કોણ આ ઊડી ગયું ?ઝૂરતા એકાંતને ક્યાં સાંકળે જળનું ટીપું ? ડાળથી છુટ્ટા પડેલા પાંદડાઓ ક્યાં ગયા ?પીલચટ્ટી ધૂળમાં આ ટળવળે

નિરંજન યાજ્ઞિક ~ નોકરિયાતનું ગીત

*નોકરિયાતનું ગીત* આપણે તો આપણી નોકરિયું ખમ્મા ને આપણને ખમ્મા આ ટેબલનું માપ ! કે’છે : પાડોશીની કુંવારી છોકરીને ગાલે ગુલાબ ઊગ્યા રાતાકે’છે કે દરિયાના મોજાંને માછલીઓ ભેગા થૈ રાસડાઓ ગાતા;આપણને વળગેલી તારીખું ખમ્મા ને આપણને ખમ્મા આ ખુરશીનો તાપ ! કે’છે કે ખેતરમાં હિલ્લોળે શ્વાસ અને નદીઓના ધબકારા જાગ્યાકે’છે કે શેરીમાં આવેલા તહેવારો ટોળામાં

Scroll to Top