શ્યામ સાધુ ~ ગુલમ્હોર શોધનારી * Shyam Sadhu
ગુલમ્હોર શોધનારી ઉદાસીને શી ખબર,હું પાનખરના નામથી પણ થરથર્યા કરું. આજે તો પેલા મોરના ટહુકાય ક્યાં રહ્યા,પીંછાના જેવો હું જ ફક્ત ફરફર્યા કરું. બહુ બહુ તો એક પળને લીલીછમ બનાવશે,હું ક્યાં સુધી પતંગિયાને કરગર્યા કરું? બોલો હે અંધકાર ! અજંપાની રાતના કોને સ્મરણ હું સૂર્ય બની તરવર્યા કરું ? મારા વિષાદનાં ગુલાબો મ્હેકતા રહો,હું તો આ
