ભારતી પ્રજાપતિ ~ મજાના શેર
‘સફેદ અંધારું’માંથી થોડીક પંક્તિઓ ~ ભારતી પ્રજાપતિ કાંતે ના મન રેંટિયો થઈ કદી, ના એ વસંતો વણે પંખીડા સતના મરે સરહદે, ગોળી ઉજાસો ચણે.** રંગભરી સંધ્યાને ખેરવી દે મારામાં આભને સમેટીને સેરવી દે મારામાં. ** પૂછે સૌ આંખોના અજવાળાં જોઈ અંધારી રાતને કેમ કરી ધોઈ ?** મુઠ્ઠીભરી મેં વાવ્યો જે દિ’ ભીતર આગ ને તડકો ઊગ્યો
