મનોજ ખંડેરિયા ~ વરસોનાં વરસ લાગે * Manoj Khanderiya
વરસોનાં વરસ લાગે ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે. કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે. કમળ-તંતુ સમા આ મૌનને તું તોડ મા નાહકફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે. આ સપનું તો બરફનો સ્તંભ છે, હમણાં જ ઓગળશેહું
