રન્નાદે શાહ ~ આ હવામાં

રન્નાદે શાહ : આ હવામાં ક્યાંક તારી ગન્ધ છે આ હવામાં ક્યાંક તારી ગન્ધ છે તું નથી એ પણ સમયનો રંગ છે. હું શ્વસું કેવળ તને પાગલ થઇ શ્વાસમાં એથી ધબકતો છંદ છે. આ પ્રતીક્ષાને મળે લાંબી ક્ષણો ઓ સમય ! બદનામ તારો વંશ છે. આંખના ઝાકળ હવે ક્યાં બેસશે ? પાનખરની ચાલમાં પણ કંપ છે.

મેગી અસનાની ~ ખોખલી સંભાળ પર

ખોખલી સંભાળ પર ~ મેગી અસનાની   ખોખલી સંભાળ પર જીવી ગયું, આ હ્રદય પંપાળ પર જીવી ગયું. હૂંફ ન આપી શક્યું મન દંભને, શુષ્કતાના આળ પર જીવી ગયું. પાંખ શેના કાજ છે ન્હોતી ખબર, એક પંખી ડાળ પર જીવી ગયું. છે સહજ સંજોગ સઘળું શીખવે, સ્થિર મન પણ ઢાળ પર જીવી ગયું. તરફડીને સૂર્યનું છેલ્લું

પુષ્પા વ્યાસ ~ નજર કરું * Pushpa Vyas

નજર કરું ત્યાં નારાયણ ~ પુષ્પા વ્યાસ નજર કરું ત્યાં નારાયણ ને હાથ ધરું ત્યાં હરિપગ મૂકું ત્યાં પુરુષોત્તમ ઘર, એ ઘરમાં હું ઠરી. હૈયાદૂબળી હું ને પાછી, મોઢે મોળી ખરીદીવો પ્રગટ્યો ત્યાંતો – ટવરક ટવરક વાતું કરી ! ઘંટી પાણી વાસીદું ને ચૂલો ઘરવખરીજ્યાં જ્યાં કામે લાગું ત્યાં ત્યાં મંદિર ને ઝાલરી ! ભવખેતરને ખેડી રાખ્યું, કૂવો કાંઠા

ધીરુ પરીખ ~ મિત્રો આપણે * Dhiru Parikh

🥀🥀 *મિત્રો* મિત્રો, આપણે મળ્યા છીએ જ ક્યાં !તો પછી આજની આ ક્ષણ વિદાયની છેએમ કહેવાનો કશો અર્થ ખરો? આમ તો સૂર્યનું અસ્ત થવુંપુષ્પનું ખરી જવુંઝાકળનું ઊડી જવુંએ આગમન પછીની ક્રિયાઓ કહેવાય છે.પણ આકાશે કદી સૂર્યના અસ્તાચળે જવાનોતૃણપત્તીએ કદી ઝાકળના ઊડી જવાનોવ્યક્ત કર્યો છે વિષાદ? કારણકે એ એકવાર પણ મળ્યા છેતે ક્યાં કદી વિખૂટા પડે

મકરંદ દવે ~ ખેલત વસંત * Makarand Dave

ખેલત વસંત આનંદકંદ    સોહે ગુલાલમય શ્યામ અંગ નીરદ નવીન પર અરુણ રંગ પટપીત વીજ ચમકે અમાપ, શિર મોરપિચ્છ જ્યમ ઇન્દ્રચાપ પિચકારી કેસૂ જલ રેલછેલ, તરબોળ ગોપગોપી છકેલ નાચે નિછોરી હસી નંદલાલ, કેસર અબીલ કુમકુમ ગુલાલ બાજે મૃદંગ ડફ વેણુશોર, ગાજે સુઘોષ ઘન ગગન ઘોર હરિ બોલ રંગ હરિ બોલ રાગ, ગાવત ગુણીજન હોરી ફાગ મકરન્દ

પરબતકુમાર નાયી ~ દીવાનેખાસનું * Parbatkumar Nayi

દીવાનેખાસનું  કોઈ શું જાણે અમે શું મૂલ્ય ચૂકવ્યું શ્વાસનું ?હાથ સળગાવી કર્યું દર્શન જગતના રાસનું. માપ કોનું કેટલું પડછાયા નહીં આપી શકે,માત્ર સૌને ભાન થાશે, આંખના આભાસનું. આજ પાસે બેસવામાં પણ તમે અકળાઓ છો,સાચું કહેજો શું થયું એ પ્હેલ-વ્હેલી પ્યાસનું ? આપણે મનમેળના અહીં ઘૂંટ તો પીધા ઘણા,એક ટીપું ચાખીએ આજે વિરોધાભાસનું ! એક વેળા જોયું

કવિ યજ્ઞેશ દવેને સાહિત્ય અકાદમી એવોર્ડ * Yagnesh Dave

કવિ યજ્ઞેશ દવેને એમના ‘ગંધમંજૂષા’ કાવ્યસંગ્રહ માટે સાહિત્ય અકાદમીનું વર્ષ 2021નું પારિતોષિક પ્રાપ્ત થયું છે. આ પહેલાં એમને ‘કાવ્યમુદ્રા’ એવોર્ડ પણ મળેલ છે. કવિશ્રીને ખૂબ ખૂબ અભિનંદન.  OP 24.3.2022 ***** આભાર 09-04-2022 આભાર વારિજભાઈ, મેવાડાજી, છબીલભાઈ ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર. Varij Luhar 04-04-2022 કવિશ્રી યજ્ઞેશ દવે ને ખૂબ ખૂબ અભિનંદન છબીલભાઈ ત્રિવેદી 25-03-2022 ખુબ

‘કાવ્યવિશ્વ’ના દ્વિતીય વર્ષના પ્રારંભની ઉજવણી * Lata Hirani

‘કાવ્યવિશ્વ’ના પ્રથમ વર્ષની ઉજવણીમાં ‘કાવ્યવિશ્વ’ અને એસ.એલ.યુ. આર્ટ્સ એન્ડ એચ.એન્ડ પી. ઠાકોર કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે તા.18.10.2021 સોમવારે સવારે 10 વાગ્યે ‘કાવ્યપઠન’ કાર્યક્રમ યોજાઇ ગયો.  ‘કાવ્યવિશ્વ’ના સ્થાપક લતા હિરાણી, પ્રિન્સિપાલ ડો. શૈલજાબહેન ધ્રુવ અને કાર્યક્રમ સંયોજક ડો. વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સરસ રીતે કોલેજના હોલમાં આયોજન થયું. દેવાંશી રાણા, જાહ્નવી ચુડાસમા, નૂરસબા અન્સારી,

‘કાવ્યવિશ્વ’ના 300મા પડાવે * Lata Hirani

દિલની વાત ‘કાવ્યવિશ્વ’ને 300 દિવસ પૂરાં થઇ ગયાં. આજે દિવસ 301 મો…. 9 ઓકટોબર 2020ના શરૂ થયેલ આ યાત્રા વિશે મનમાં અનેક વિચારો, ધારણાઓ, અનુમાનો હતા. કંઈક પોઝીટીવ તો કંઈક નેગેટીવ પણ.  ધાર્યા કરતાં પરિણામ વધારે સારું આવ્યું. કાવ્યપ્રેમીઓનો પ્રતિસાદ હરખે છલકાઈ જવાય એવો મળ્યો.  300 દિવસમાં મુલાકાતીઓનો આંકડો 15400 થવા જાય છે. એમ તો દરેક

‘કાવ્યવિશ્વ’નો 200મો પડાવ * Lata Hirani

પ્રિય મિત્રો, ‘કાવ્યવિશ્વ’ના બસ્સોમા દિવસે આજે તમારી સાથે ફરી એકવાર સંવાદ કરવા હાજર છું. આ કામની શરૂઆત કરી ત્યારે પણ કોઈએ પૂછ્યું હતું, “આ વેબસાઇટ કેમ શરૂ કરી ?” દિવસના કામના કલાકોનો આંકડો પણ ક્યારેક મને આ સવાલ પૂછી લેતો હતો અને હજી પૂછે છે. આંખ બંધ કરું તો જવાબમાં મને કવિતા પ્રત્યેના અનહદ પ્રેમ

Scroll to Top