‘કાવ્યવિશ્વ’ના 100મા પડાવે – 17 ઓક્ટોબર 2020 થી 25 જાન્યુઆરી 2021 * Lata Hirani

પહેલા સો દિવસનું સરવૈયું કુલ દિવસ – 100              કુલ પોસ્ટ – 291            મુલાકાતીઓ  – 4815           આટલું કામ થઈ શક્યું છે. કાવ્યો : 92      કોરોના કાવ્યો : 20      લેખો – સંવાદ : 4      લેખો- સેતુ

સમયનો સ્પર્શ * Lata Hirani

સમયનો સ્પર્શ તું બાંધ સમયને મુઠ્ઠીમાં, હું પળને ઝાલી લ્હેર કરુંબ્રહ્માંડ સકળ અજવાળી દે એ શબ્દોની હું સ્હેલ કરું. – લતા એક નવું જોશ લઈને આવે છે મુસીબતો. એક નવી હિમ્મત લઈને આવે છે પહાડ જેવા પડકારો. ઉનાળાનો આકરો તાપ જળભર્યા વાદળ આપીને જાય છે. 2020 વર્ષના દિવસો ક્યારે પૂરા થાય એ ગણીને આંગળીના ટેરવાં થાકી

વિક્રમ સંવત 2077ના સત્કારમાં એક વિચાર * Lata Hirani

નવા વર્ષે પહેલાં આપ સૌનો આભાર અને આનંદ વ્યક્ત કરી લઉં છું કેમ કે ‘કાવ્યવિશ્વ’ને આપ સૌએ ખૂબ વધાવ્યું છે, કવિઓ અને ભાવકોનો અઢળક સ્નેહ મળ્યો છે અને આપ સૌના પ્રેમ અને સહકારથી એ ભર્યું ભર્યું છે. આમ જ આપ સૌ ‘કાવ્યવિશ્વ’ સાથે રહેશો એવી અપેક્ષા છે. નવું વર્ષ, વિક્રમ સંવત 2077 શરૂ થઈ ચૂક્યું.

નરસિંહ મહેતા * Narsinh Maheta

જેહના ભાગમાં જે સામે જે લખ્યું તેહને તે સમે તે જ પહોંચે  ….  કે પછી ‘જે ગમે જગત્ગુરુદેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો…   નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું, એક હું એક હું તે જ બોલે….  નરસિંહ મહેતાને આપણે ‘આદ્યકવિ’ તરીકે જાણીએ છીએ. શું નરસિંહ કે શું મીરાં, જેમને આપણે ‘ભક્ત કવિ’ તરીકે ઓળખીએ

મનસુખલાલ ઝવેરી ~ ડો. દક્ષા વ્યાસ * Mansukhlal Zaveri * Dr. Daksha Vyas

મનસુખલાલ ઝવેરી : પ્રશિષ્ટ કાવ્ય નિર્માણ – ડો. દક્ષા વ્યાસ    મનસુખલાલ અને બેટાઈમાં જાણે પંડિતયુગનું અનુસંધાન જળવાયું હોય એવું લાગવાનું. ઉભય શિષ્ટ પ્રણાલિકાની સંયમશોભન કવિતાના સ્વસ્થ પ્રકૃતિના સર્જક છે. મનસુખલાલ ઝવેરી પાસે જે નોંધપાત્ર સર્જન મળ્યું છે તે પ્રશિષ્ટ  શૈલીના ‘ચંદ્રદૂત’ તથા ‘કુરુક્ષેત્ર’ વિષયક કાવ્યો છે. કવિનું છંદપ્રભુત્વ અને વર્ણનશક્તિ ઉભયનો ઉજ્જવળ અને એમાં વર્તાય છે. મેઘદૂતની

કવિ કાગ ~ અરવિંદ બારોટ

સાદી, સરળ અને જીવનલક્ષી કવિતા જ ચિરંજીવી નીવડી શકે છે. એટલે જ કાગબાપુની વાણી જનજનને સ્પર્શે છે. કોઈ એવી રાત નહીં હોય કે કાગવાણી ક્યાંક ને ક્યાંક ગૂંજતી નહીં હોય. કવિ કાગની વાણી ભીતરની ભેખડ ભેદીને પ્રગટેલી સરવાણી છે. નક્કર અનુભવવાણી છે. ધરતીનું ધાવણ પામીને ઉછરેલી વાણી છે એટલે જ એમાં સચ્ચાઈનો રણકો છે. એ

બરકત વિરાણી ‘બેફામ’ ~ પ્રતાપસિંહ ડાભી

ગઝલક્ષેત્રે અનુબાલ-કલાપી યુગમાં નરસિંહરાવ દિવેટીયા જેવા કડક વિવેચકના મુખેથી નીકળેલા આકરાં વેણનાં દંડથી ચુસ્તી તરફ આગળ વધેલી ગઝલે શયદાયુગના ઉત્તરભાગે જાણે કે એક મોટી ક્રાંતિ આણી. એમાં પણ ૧૯૪૩ માં શરૂ થયેલા  ‘મહાગુજરાત ગઝલ મંડળ’એ મુશાયરાઓના વ્યાપક ધમધમાટ થકી ગુજરાતના ગઝલચાહકો સામે, ગઝલકારોની મોટી ફોજ ખડી કરી દીધી. શયદાના નેતૃત્વ હેઠળ શૂન્ય, ગની, મરીઝ, બેફામ,

પુરુરાજ જોશી * Pururaj Joshi

કવિ પુરુરાજ જોશી જન્મ : 14  ડિસેમ્બર 1938, નડિયાદ માતા – સૂરજબા; પિતા- પૂનમભાઇ પત્ની – બકુલા ( લગ્ન – 1966, હિન્દીનાં અધ્યાપિકા) અવસાન : 12.12.2020 એમના સાહિત્ય સર્જનો અને સન્માનો   સાભાર : ગુજરાતી પ્રતિભા પરિચય OP 14.12.20

હરિવંશરાય બચ્ચન

પંડિત આનંદશંકર ધ્રુવ કહે છે, ‘કવિ આર્ષદૃષ્ટા છે, મંત્રદૃષ્ટા છે.’ ભલે આવા કવિઓ જૂજ હોય તો પણ સારા કવિઓમાં આ લક્ષણ ક્યારેક ક્યારેક પ્રગટતું રહેતું હોય છે. ક્યારેક ક્યારેક એની વાણીમાં સરસ્વતીદેવી પ્રગટતી હોય છે. ક્યારેક એ એવું સર્જન રજૂ કરી દેતો હોય છે કે ન માત્ર લોકહૈયે વસે પરંતુ અમર બની જાય… ગુજરાતી ભાષાના

પરવીન શાકીર ~ અશોક ચાવડા * Parvin Shakir * Ashok Chavda

કરાંચીમાં જન્મેલા શાયર પરવીન શાકિરનું માત્ર પાકિસ્તાનનાં ઇતિહાસમાં જ નહીં, પણ આધુનિક ઉર્દૂ સાહિત્યમાં મોખરાનું સ્થાન છે. પરવીન શાકિરનો સાહિત્ય-પ્રવેશ નિબંધલેખનથી થયો જે આગળ જતાં કવિતા અને કટારલેખન સુધી વિસ્તર્યો. શરૂઆતના ગાળામાં પરવીન શાકિર ‘બીના’ ઉપનામથી લખતાં. અહમદ નદીમ કાઝમી તેમનાં ઉસ્તાદ હતાં. પરવીને પોતાના સાહિત્ય પ્રવેશ વિશે એક મુલાકાતમાં એમ કહ્યું હતું કે ‘હું

Scroll to Top