અખો : ફક્કડપણાનો અનોખો કવિ
અખો : ફક્કડપણાનો અનોખો કવિ અખો, મધ્યકાલીન સાહિત્યનો બુદ્ધિશાળી કવિ. એના છપ્પામાં કટાક્ષ ભારોભાર ભર્યો છે. સમાજની વિષમતાઓ અને ઢોંગ પર આખાએ જબરા પ્રહાર કર્યા છે. ધર્માંધતા સામે અખાનો આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. અખાની નિરીક્ષણક્ષમતા અદભૂત છે. અખાના કેટલાક છપ્પા તો કહેવતની જેમ વપરાય છે. જેમ કે એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ
