ધાર્મિક કોટક ‘ગોપાલ’ ~ નામ રણનું
નામ રણનું ભલે નદી રાખો નહિ છીપાવે તરસ, લખી રાખો. જાતને આયનો બનાવીને જાતની સામે બે ઘડી રાખો. આંસુઓ શાયરીને આપી દ્યો આંખમાં ફક્ત શાયરી રાખો. એની મરજી એ આવે ના આવે આપણે બોર તો વીણી રાખો. ~ ધાર્મિક કોટક ‘ગોપાલ’ આવી ગઝલ વાંચવા મળે અને એને ઉવેખી શકાય નહીં. કેટલું ઊંડાણ! ટૂંકી બહેરમાં લાં..બો કૂદકો!
