લોકગીત ~ સોના વાટકડી
સોના વાટકડી ~ લોકગીત સોના વાટકડી રે કેસર ઘોળ્યાં, વાલમિયા, લીલો છે રગનો છોડ,રંગમાં રોળ્યાં, વાલમિયા. પગ પરમાણે કડલાં સોઇં રે, વાલમિયા, કાંબિયુંની બબ્બે મારે જોડ્ય,રંગમાં રોળ્યાં, વાલમિયા. કેડ પરમાણે ઘાઘરો સોઇં રે, વાલમિયા, ઓઢણીની બબ્બે મારે જોડ્ય,રંગમાં રોળ્યાં, વાલમિયા. હાથ પરમાણે ચૂડલા સોઇં રે, વાલમિયા, ગૂજરીની બબ્બે મારે જોડ્ય,રંગમાં રોળ્યાં, વાલમિયા. ડોક પરમાણે ઝરમર સોઇં
