રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ ~ ગમ્યું એ બધું * Rajesh Vyas

ગમ્યું એ બધું  ગમ્યું એ બધું મૃગજળ થઈને ચાલ્યું આઘે,શેષ હતું એ વાદળ થઈને ચાલ્યું આઘે. આંખો લખતી રહી રાતભર કહેવું’તું જે,સૂરજ ઊગતાં ઝાકળ થઈને ચાલ્યું આઘે. સાવ અચાનક કયા વળાંકે ? ખબર પડી આ,આયુષ આખું પળપળ થઈને ચાલ્યું આઘે. અઢળક તારાઓ મ્હારામાં ઝબકી ઊઠ્યા,કોણ દિવસભર ઝળહળ થઈને ચાલ્યું આઘે ? કેટકેટલું મથે ? દેહ

નીતિન વડગામા ~ અચાનક દ્વાર ખખડાવી* Nitin Vadgama

વરસ પૂરું થયું અંતે  અચાનક દ્વાર ખખડાવી વરસ પૂરું થયું અંતેધબકતા શ્વાસ થંભાવી વરસ પૂરું થયું અંતે. જગત આખું નિહાળી ના શક્યું એને નરી આંખેઅગોચર શસ્ત્ર સરકાવી વરસ પૂરું થયું અંતે. મકાનોનું રૂપાંતર થઈ ગયું છે કેદખાનામાંસતત ફફડાટ ફેલાવી વરસ પૂરું થયું અંતે. મનોરથ સાત રંગોના અધૂરા રહી ગયા એમ જબધાંનાં ભાગ્ય પલટાવી વરસ પૂરું

રમેશ પારેખ ~ અજવાળાંનો તહેવાર Ramesh Parekh

આંગણ આવ્યો અજવાળાંનો અલબેલો તહેવાર વાળી-ઝૂડી અંધકારને ફેંકો ઘરની બહાર ભાંગ્યા-તૂટ્યા મનોરથોનો કાટમાળ હડસેલી ઉમળકાનાં તોરણથી શણગારો ઘરની ડેલી કાટ-ચડ્યાં ગીતોને પંખીના કલરવથી માંજો અણોસરી આંખોમાં નમણાં-નમણાં સપનાં આંજો અણબનાવની જૂની-જર્જ૨ખાતાવહીઓ ફાડો નવા સૂર્યની સાખે અક્ષર હેત-પ્રીતના પાડો ભોળાં-ભોળાં સગપણની જો ગૂંથીને ફૂલમાળા પહેરાવો તો સૂકાં જીવતર બની જશે રઢિયાળાં સુખની ઘડીઓ કોઈ ત્રાજવાં-તોલાથી ના

ગીતા કાપડિયા ~ મ્હેક મ્હેક

મ્હેક મ્હેક ઉર થાય ~ ગીતા કાપડિયા મ્હેક મ્હેક ઉર થાય પરાગે, પાંખડીએ બંધાયે શે? સૂરધાર ભીતર રણઝણતી, મૌન ધર્યે રૂંધાયે શે ? લજ્જાના આવરણે નૈણાં નેહભરેલ છુપાયે શે ? મધુર વ્યથાએ હૈયું થડકે, પાલવમાં સંતાયે શે ? અનંગ અંગેઅંગ હસંતો, શિશિર વસંતે છાયે શે ? કિરણ-ઝરણ પૂનમ-શશિયરનાં તિમિરે અવરોધાયે શે ? પ્રણય-જુવાળ ચઢે અણુઅણુએ, મત્ત

‘બેજાન’ બહાદુરપુરી ~ મને સાથ એનો

મને સાથ એનો ~ ‘બેજાન’ બહાદુરપુરી મને સાથ એનો મળ્યો છે સદાનોકહો કેટલો પાડ માનું વ્યથાનો ! કહે છે હૃદય : સાવ નિર્દોષ છે તુંપછી હોય શો ડર ગમે તે સજાનો ! કબૂલીશ એ વાત ક્યારેક તું પણનથી માનવી હું ય નાના ગજાનો પછી શું થયું એ ન પૂછે તો સારુંનથી અંત હોતો સદા હર કથાનો સતત

અનિલ ચાવડા ~ હાય પ્રભુ * Anil Chavda

હાય પ્રભુ  હાય પ્રભુ આ મહેફિલ માતમમાં બદલાઈ કોની ભૂલે?હાય પ્રભુ આ સંધ્યા આખીયે ખરડાઈ કોની ભૂલે? હાય પ્રભુ આ કોની ભૂલે કિલકારીની ચીસ બની ગઈ?હાય પ્રભુ આ કોની ભૂલે હૈયામાં એક ટીસ બની ગઈ? કોની ભૂલે હસતાં સપનાં હાથ છૂટતા ખરી પડ્યાં છે?કોની ભૂલે બે કાંઠાઓ પોક મૂકીને રડી પડ્યાં છે? હાય પ્રભુ આ

નરસિંહ મહેતા ~ હળવે હળવે * Narsinh Maheta

હળવે હળવે ~ નરસિંહ મહેતા હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રેમોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે. કીધું કીધું કીધું મુને કાંઈક કામણ કીધું રે;લીધું લીધું લીધું મારું મન હરીને લીધું રે. ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી રે;ફૂલી ફૂલી ફૂલી હું તો હરિમુખ જોઈ ફૂલી રે. ભાગી ભાગી ભાગી મારા ભવની ભાવટ

હિતેન આનંદપરા ~ અમે ગીતોના માણસ

અમે ગીતોના માણસ ~ હિતેન આનંદપરા અમે ગીતોના માણસ રે લોલતમે આપીને કોઈ દી પાળો નહી, અમે સાચવીએ વણદીધા કોલ. આંખ ભેદી બખોલ, એમાં અંધારું ઘોર, કોઈ હૈયા લગ કેમ કરી પહોંચે ?રાત સૂની નઘરોળ, ઝીલે બાવળના સોળ, કોઈ શય્યા લગ કેમ કરી પહોંચે ?દરવાજા-બારીને બંધ કરી દો છો ને હળવેથી કો’ છો કે બોલ !અમે

રમેશ આચાર્ય ~ અધિક માસ * Ramesh Aacharya

અધિક માસની પૂનમનો ચાંદ ~ રમેશ આચાર્ય રાહ જોવરાવે,બહુ રાહ જોવરાવે,પૂનમનો આ તેરમો ચાંદ,ત્રણ વરસ સુધી. તેની પણ છે મજા.આપણે વાવેલા બીની કૂંપળ ફૂટી કે નહિતેની રાહ જોયા કરવા જેવી છે આ આખી પ્રક્રિયા.ચોખાના લોટના ઠંડા ખીચાનાલોંદા જેવો પૂનમનો તેરમો ચાંદવરસના ક્યા માસમાં જોવા મળશેતે નક્કી નહીં. આપણે તારીખિયાનાંકે પંચાંગના પાના ફેરવ્યા કરીએતે ક્યારે જોવા મળશે તે

રમેશ આચાર્ય ~ મારા ગામની નદી * Ramesh Aacharya

મારા ગામની નદી  મારા ગામની નદીની વાત ન થાય.છતાં જો કહેવી હોય તોએમ કહેવાય કેમારા ગામની નદીમારી નાની બહેન મુન્નીનામાથામાં નાખવાની બૉપટ્ટી જેવી છે. અથવામારા ગામની નદીમારા મામાને ઘેર મારી માલાપસીમાં વાઢીથી ચોખ્ખું ઘી રેડતીતેના ચાલતા રેલા જેવી છે. અથવાનાનાં બાળકને મોઢું આવ્યું હોયત્યારે તેનાં મોઢામાં પાડવામાં આવતીબકરીના દૂધની શેડ્સ જેવી છે. અથવામારા ગામની નદીમારી

Scroll to Top