મુક્તક : ઉમાશંકર જોશી * Umashankar Joshi

મુક્તક શબ્દમાંનો ‘મુક્ત’ એટલો ભાગ તો પરિચિત છે. મુક્ત એટલે છૂટું, બંધન વગરનું. મુક્ત-ક એટલે છૂટું કાવ્ય. કવિઓ લાંબાં કાવ્યો લખે તેમાં તો દરેકેદરેક શ્લોક આખી કૃતિની સાથે બંધાયેલો હોય, પણ ક્યરેક ક્યારેક તેઓ છૂટક શ્લોકો લખે તો તેવો દરેક શ્લોક મુક્તના નામથી ઓળખાતો. એક મુક્તકને બીજા મુક્તક સાથે કશો સંબંધ ન હોય. નહિ તો

ગઝલ : મીનાક્ષી ચંદારાણા * Minaxi Chandarana

ભારતીય શાસ્ત્રીય સંગીત! આગંતુક મુસ્લિમ પ્રજાએ ભારતીય શાસ્ત્રીય સંગીતની પરંપરા સાથે જોડાઈને કેવા-કેવા દિગ્ગજ કળાકારો સંગીતવિશ્વને આપ્યા! એ કળાકારોએ ફક્ત પોતાને જ નહીં, શાસ્ત્રીય સંગીતને પણ નવ્ય ઊંચાઈઓ બક્ષી! પરંપરાની એ જ સ્વીકૃતિનો જાણે પ્રતિભાવ આપતાં હોય તેમ ભારતીય કવિજનોએ મુસ્લિમોની ફારસી પરંપરામાંથી ઊતરી આવેલી ગઝલને એવી રીતે અપનાવી, એમાં એવી મહારત હાસિલ કરી લીધી,

ગરબો, ગરબી, રાસ, રાસડા : અરવિંદ બારોટ

ગરબો, ગરબી, રાસ, રાસડા.. – અરવિંદ બારોટ રાધાજીનાં ઊંચા મંદિર નીચા મોલ  ઝરૂખડે દીવા બળે રે લોલ.. રાધા ગોરી ગરબે રમવા આવો સાહેલિયું ટોળે વળે રે લોલ.. ૦ એક સામટા ૩૦-૪૦ જેટલા નારી સ્વરોથી શેરી ‘ને ચોક લીંપાતા હોય..કુંડાળે ઘૂમતી રમણીઓના ઘેરા વચાળે લાકડાની માંડવડી (ગરબી) પધરાવી હોય…ગરબી આગળ તેલ અને કપાસિયાથી ઝડાસ બળતી જ્યોતનાં અજવાળાં

સોનેટ : સંધ્યા ભટ્ટ * Sandhya Bhatt

સોનેટનું મૂળ ઈટાલીમાં તેરમી સદીમાં મળે છે. ઈટાલિયન ‘sonetto’ શબ્દનો અર્થ ‘ઝીણો રણકાર’ એવો થાય છે. ઈટાલિયન કવિ પેટ્રાર્ક (1304 – 1374) લોરા નામની પોતાની કલ્પનાની પ્રેમિકાને ઉદ્દેશીને પોતાના ભાવો સોનેટમાં વ્યક્ત કરે છે. પછી તો એ સમયમાં સોનેટ દ્વારા પ્રેમની અભિવ્યક્તિ મોટા ભાગના કવિઓ કરતાં જોવા મળે છે. સર ફિલિપ સિડની ‘Astrophel and Stella’

કૃષ્ણ દવે – ઓનલાઈન * Krushna Dave

ઝરણાંને ઓનલાઈન ભણવું ના હોય અને ટેકરીઓ પકડાવે કાન ! પ્હાડ જેવા દાદા તો હંમેશાં ક્યે છે કે કરવા દ્યો થોડાક્ તોફાન.  ભેખડ નથી કે નથી ભૂસકાં નથી કે નથી ક્યાંય એના મનગમતાં ઢાળ.“સીધી સપાટ સ્ક્રીન જોઈ ઊંઘી જાય છે” નું ઝરણાંના માથા પર આળ.   મમ્મી પપ્પા તો સાવ ભોળા તે માની લે, જે પણ સમજાવો

એષા દાદાવાળા : કવિતા લખતી હોઉં * Esha Dadawala

કવિતા લખતી હોઉં ત્યારે તારી સાથે વાત કરતી હોઉં એવું લાગે છે એટલે કે જ્યારે-જ્યારે તારી સાથે વાત નથી થતી ત્યારે-ત્યારે કવિતા લખતી હોઉં છું તું આવી શકે તો આવ હવે મારે કવિતા લખવી બંધ કરવી છે, બસ !!   ~ એષા દાદાવાળા મૂળ પોસ્ટીંગ 20.10.2020

રમેશ પારેખ ~ ગીત Ramesh Parekh

ગાતાં ખોવાઇ ગયું ગીતકે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં ઘેઘૂર ઉજાગરામાં ઊગે તે રાતનેઆથમી ન જાય એમ રાખુંભીડેલી પાંપણમાં કોણ જાણે કેમફરી ઊઘડે પરોઢ તો ય ઝાંખું આખું આકાશ પછી આવીને બેસતું પંખીના ખાલીખમ નીડમાં ગાતાં ખોવાઇ ગયું ગીતકે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં આંગળીની ફૂંકથી ન ઓલવી શકાયએવા પથ્થરમાં ઝળહળતા દીવાપાણીથી ફાટફાટ

ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી’ – તું તારા દિલનો દીવો * Bhogilal Gandhi ‘Upavasi’

🥀 🥀 તું તારા દિલનો દીવો થા નેઓ રે ઓ રે ઓ ભાયા …. રખે કદી તું ઊછીના લેતો, પારકાં તેજ ને છાયાએ રે ઊછીના ખૂટી જશે ને, રહી જશે પડછાયાઓ રે ઓ રે ઓ ભાયા….. કોડિયું તારું કાચી માટીનું, તેલ દિવેટ છુપાયાનાની શી સળી અડી ના અડી, પ્રગટશે રંગમાયાઓ રે ઓ રે ઓ ભાયા…..

ભાલણ – નાવિક વળતો બોલીયો

નાવિક વળતો બોલીયો, સાંભળ મ્હારા સ્વામ સાથ સહુ કો નાવે બેસો, નહિ બેસારું રામ. વાર્તા મેં સાંભળી છે, ચરણરેણુની અપાર અહલ્યા તાં થઈ સ્ત્રી સહી, પાષાણ ફીટી નાર. આજીવિકા માહરી એહ છે, જુઓ મન વિવેક સ્ત્રી થાતાં વાર ન લાગે, કાષ્ઠ-પાષાણ એક. આજીવિકા ભાંગે માહરી, આગે એક સ્ત્રી છે ઘેર બે મળીને શું જામે ?

જયંત પાઠક – રસ્તાઓ અચાનક * Jayant Pathak

રસ્તાઓ અચાનક મળી ગયાબે ઘડી વાતે વળગ્યા નેછૂટા પડી ગયા. ઝરણાં અચાનક મળી ગયાંએકબીજાને ભેટ્યાં નેભળી ગયાં. અમે અચાનક મળી ગયાં-અમે, ના રસ્તા કે ના ઝરણાંએટલે-ના છૂટાં પડ્યાં, ના ભળી ગયાં ! ~ જયન્ત પાઠક 9.10.2020

Scroll to Top