ઉમાશંકર જોશી – સમયની ચીસ * Umashankar Joshi

કાવ્ય, સમયની ચીસ શાશ્વતી અર્થે ?પ્રણય હ્રદયનો અર્ધ્ય અદયને તર્પે ? મૈત્રી, બિંદુ બે મથંત બનવા રેખા ?કર્મ, તિમિર-પટ પર વિદ્યુતલિપિરેખા ? સત્તા, આત્મવિશ્વાસ તણી હરરાજી ?કીર્તિ, કાળને મુખે થતી પતરાજી ? દયા, અધિકતા છુપાવતું અવગુંઠન ?ત્યાગ, વામ કરથી દક્ષિણને અર્પણ ? મુક્તિ, વળી નવતર બંધનની માયા ?સત્ , અંતે અંતરતમ પુરુષની છાયા ?  ~

લોકગીત ~ દાદાને આંગણે આંબલો

દાદાને આંગણે આંબલો  આંબલો ઘોર ગંભીર જો. એક જ પાન મેં ચૂંટીયું દાદા ગાળ મ દેજો. અમે રે લીલુડા વનની ચરકલડી ઊડી જાશું પરદેશ જો. આજ રે દાદાજીના દેશમાં કાલે જાશું પરદેશ જો. દાદાને વહાલા દીકરા અમને દીધા પરદેશ જો.. દાદાને આંગણ આંબલો આંબલો ઘોર ગંભીર જો.. 9.10.2020

નરસિંહ મહેતા – એવા રે અમો * Narsinh Maheta

એવા રે અમો એવા રે, વળી તમે કહો છો તેવા રેભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે. જેનું મન જે સાથે બાંધ્યું, પહેલું હતું ઘર રાતું રેહવે થયું છે હરિરસ માતું, ઘેર ઘેર હીંડે ગાતું રે.  કરમ-ધરમ ની વાત જેટલી, તે મુજને નવ ભાવે રેસઘળા પદારથ જે થકી પામ્યો, તે મારા પ્રભુજીની

મીરાંબાઈ – કાનુડો શું જાણે

કાનુડો શું જાણે મારી પ્રીત, બાઈ અમે બાળ કુંવારા રે જલ રે જમુનાનાં અમે ભરવાને ગ્યા’તા વાલા,કાનુડે ઉડાડ્યાં આછાં નીર, ઉડ્યાં ફરરરર રે- કાનુડો વૃંદા રે વનમાં વા’લે, રાસ રચ્યો રે વા’લાસોળસે ગોપીનાં તાણ્યાં ચીર, ફાડ્યાં ચરરરર રે- કાનુડો હું વેરાગણ કા’ના, તમારા નામની રે,કાનુડે માર્યાં બે તીર, વાગ્યાં અરરરર રે- કાનુડો બાઈ મીરાં કે

કવિ અશોક બાજપેઈ – શ્રદ્ધા રાવલ

અશોક બાજપેઈની કવિતાઓ સમગ્ર જીવનની કવિતાઓ છે. તેમની કવિતાઓ જીવનના પ્રશ્નોના જવાબ શોધતી હોય એવું  છે. તે જીવનની અનુભૂતિઓને શબ્દ આપનાર કવિ છે. એ પોતાના સમયથી આગળ જઈ સમાજના એવા પ્રશ્નો સામે લાવે છે જે ભાવકોને વિસ્મિત કરે છે. તેમની કવિતા સાધારણ સામાજિક જીવનની જ કથા છે. તેમાં કોઈ રહસ્યવાદ નથી. તેમણે પ્રકૃતિથી લઈ મનુષ્ય,

🌹જન્મદિનવિશેષ 3 જૂન🌹

*કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા, કે ધણી ઘડે ઝૂઝવા રે ઘાટ ~ નાથાલાલ દવે*   *જી. શંકર કુરુપ્પન જ્ઞાનપીઠ સન્માન પ્રાપ્ત મલયાલી કવિ* 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020* *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ ‘શોધો’માં

🌹જન્મદિનવિશેષ 2 જૂન🌹

*આજ નથી જે મારું છોડી, કાલ ઉપર સંથારે બેઠી. ~ પ્રજ્ઞા વશી* *આજે ફરી મારી જાત નીચે બેસી ગઈ, કુરુક્ષેત્રના અર્જુન સમી ~ બંસી મધુકૃષ્ણ* 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો.

Scroll to Top