સુરેશ દલાલ ~ આપણી રીતે * Suresh Dalal

આપણે આપણી રીતે રહેવુંખડક થવું હોય તો ખડક  નહીં તો નદી જેમ નિરાંતે વહેવું ! ફૂલની જેવું ખૂલવુંઅને ડાળની ઉપર ઝૂલવું,ભમરાનું ગીત કાનમાં આંજીકાંટાનું રુપ ભૂલવું.મૂંગા થઈને સહેવું અને કહેવું હોયતો પંખીની જેમ કહેવું !ખડક થવું હોય તો ખડક :નહીં તો નદી જેમ નિરાંતે વહેવું ! પગલાં ભૂસી ચાલતા થવુંપંથની ઉપર મ્હાલતા જવુંઆનંદ આનંદ વેરતાં

સુરેશ દલાલ ~ હું તો ચાલી Suresh Dalal

આંખ તો મારી આથમી રહી કાનના કૂવા ખાલી.એક પછી એક ઇન્દ્રિય કહે : હમણાં હું તો ચાલી. શ્વાસના થાક્યા વણઝારાનો નાકથી છૂટે નાતો,ચીમળાયેલી ચામડીને હવે સ્પર્શ નથી વરતા’તો.સૂકા હોઠની પાસે રાખો ગંગાજળને ઝાલી,એક પછી એક ઇન્દ્રિય કહે : અબઘડી હું ચાલી. નસના ધોરી રસ્તા તૂટ્યા લોહીનો ડૂબે લય.સ્મરણમાં તો કાંઈ કશું નહીં : વહી ગયેલી

ઊજમશી પરમાર ~ વળી દાખડો Ujamashi Paramar

વળી,દાખડો શીદને કરવો પળ બે પળનો-ઠાલો,આલો તો આલો રે અમને અસલ ઝુરાપો આલો;દુનિયા આખીથી નોખી આ અજબ સમી રટ લાગી! ચપટી ચપટી તલસાટે તો ફૂટે એક-બે ટશિયા,ઘા વ્હેવા દ્યો ધોધમાર,નહીં ખપતા ટેભા-બખિયા;તણખા સાટે ઝાળ અમે તો ચાહી કરીને માગી. અધકચરા આ હદડા જીવને રોજ કરાવે ફાકા,ધરવ પામવા કાજે ખપતા અજંપ આખેઆખા;લખત કરી સાચકલી સમજણ,ભલે કહો

Scroll to Top