હીરાબહેન રા. પાઠક ~ પૃથ્વી કેરું સ્વર્ગ * Hirabahen Pathak
પૃથ્વી કેરું સ્વર્ગ શીળી સવાર સ્વામી ગૃહદેવતા ! ગૃહ મહીં પ્રવેશતાં વેંત આ હું ભાળું છું તે શું? ચક્ષુચિત્ત એક સંગે ચાલે નહિ તસુ આ અવાવરુ ઘર આ ફરસ નિત્યે કેવી ઝળાંહળાં સ્વચ્છ! કો નિર્મળ વદન શું પ્રતિબિંબિત પદાર્થ રજેરજ. તે આજ છાઈ ગઈ મલિન મ્લાન આવરણરજ : મહીંથી પ્રકાશી ઊઠે જાણે વદે વડું અચરજ.
