આશિત હૈદરાબાદી ~ જીવી રહ્યો છે * Aashit Haidarabadi
* જીવી રહ્યો છે આજ આ સપનામાં આદમી *
www.kavyavishva.com
* જીવી રહ્યો છે આજ આ સપનામાં આદમી *
www.kavyavishva.com
* કેટલા ખામોશ છે ? કા૨ણ હશે *
www.kavyavishva.com
* જે હતી મોઘમ, ગઝલમાં એ ક્ષણો ઢાળી નથી * www.kavyavishva.com
* રાવજી પટેલ એટલે એક નોખી માટીની દર્દીલી સોડમ. ~ સુરેન્દ્ર કડિયા * www.kavyavishva.com
* હાથીભાઈનો મેઇલ આવ્યો – મિસ યુ, ડિય૨ ફ્રેન્ડ!” *
www.kavyavishva.com
એમની આંખમાં મઢેલું છેએક સપનું મને જડેલું છે. આમ દેખાય છે સાવ સીધું મનછેક ઊંડે જુઓ, વળેલું છે. બંધ આંખોમાં બે સૂરજ જેવુંએક આખું જગત ભરેલું છે. થરથરે છે બિચારું સુખ એનુંજોઈને મારું મન ડરેલું છે. દોડશે હું ને મારો પડછાયોએ જ જોવાનું, કોણ પહેલું છે. ~ મનહર મોદી
એ જ છે મારા પરિચયની કથાગાલગા ગાગાલગા ગાગાલગા જિંદગી છે દાખલો વ્યવહારનોપ્રેમ પર આડા ઊભા લીટા થયા મૂક થઈ ઊભા રહી જોયા કર્યુંમૌન દ્વારા પ્રશ્ન પૂછ્યા સામટા એમણે મુજ સ્થાન સમજાવી દીધુંઆંગળીથી નખ કરીને વેગળા એમની આંખોથી ઘર ખાલી કરુંકોઈ દર્શાવો મને એવી જગા ~ મનહર મોદી
ખૂબ પીડે છે દર્દ ઉપરથી,કોતરે છે પછી અંદરથી. બારણું ઊઘડે છે અંદરથી,કોણ ઊતરી રહ્યું છે ઉપરથી? હું ગયો છું અહીંથી ઉપરથી,ને પણેથી ગયો છું અંદરથી. જાય છે કોણ કોણ અંદરથી?આંખ ઊઘડે તો જોઈ ઉપરથી. હું થયો ખૂબ લાંબો ઉપરથી,ને પછી પહોળો થયો અંદરથી. ~ મનહર મોદી
ગયાં વર્ષો હવે આવ્યાં – અને આઘાત ચાલે છે,સવારે કોણ જાણે કેમ એવી વાત ચાલે છે. ઘણી વેળા મને થઈ જાય કે મારા ઉપર પડશે,અચાનક આંખમાં ઊગીને કેવી રાત ચાલે છે! બને તો એમને કહેજો કે ખુશબો મ્યાનમાં રાખે,બગીચામાં બધાં ફૂલોની હમણાં ઘાત ચાલે છે. હકીકતના બધા દરવાજા તાળું શોધવા લાગ્યા,કોઇ ઊંઘી ગયું છે એનો પ્રત્યાઘાત ચાલે છે. સમયનું નામ મુઠ્ઠી હોય તો એ ખોલવી પડશે,-અને ઘડિયાળમાં કાંટા દિવસ ને રાત ચાલે છે. ~ મનહર મોદી