ગની દહીંવાલા ~ આ પ્રકૃતિ * Gani Dahiwala

મેલાં વસ્ત્રો આ પ્રકૃતિ જ્યારે એકાંતે મુજ ગુંજનથી પ્રેરાઈ જશે,લઈ લઈશ નીરવતા હું એની, એ મારી કવિતા ગઈ જશે. જો જો, આ વિરહ-સંધ્યા મારી એક પર્વ સમી ઉજવાઈ જશે,નભમંડળ ઝગશે, રજનીનાં મેલાં વસ્ત્રો બદલાઈ જશે. જીવતાં જીવતાં મરવું પડશે, મરતાં મરતાં જીવાઈ જશે,આશા જો કદી અમૃત ધરશે, તો ઝેર નિરાશા પાઈ જશે. પાંપણ ! જો

ગની દહીંવાલા ~ અટકી અટકી * Gani Dahiwala

રંગીન પરપોટા થયા ~ અટકી અટકી શ્વાસના કટકા થયા,હેડકીના ઓરતા પૂરા  થયા. ભ્રમ કશા રવનો થયો સૂનકારને,સ્થિત સમયના કાન પણ સરવા થયા. ચિત્તમાં ઓસાણ શું કંઈ ફરફર્યું,ડાળે બેઠાં પંખીઓ ઉડતાં થયાં. ઊંઘમાંથી બાળ ચમકે એ રીતે,પોપચાં એકાંતના ઊંચા થયાં. રોમે રોમે થઈ અચાનકતા ઊભી,નાડીના ધબકારા પણ અથરા થયા. ડૂબીને જે શ્વાસ લીધા’તા અમે,એના આ રંગીન

ગની દહીંવાલા ~ એક સ્વર્ગ * Gani Dahiwala

પાંખડીમાં ~ ગની દહીંવાલા એક સ્વર્ગ સાંપડ્યું છે ઉલ્ફતની જિંદગીમાં,દુનિયાથી જઈ વસ્યો છું તેઓની આંખડીમાં. માનવ છું, માનવીનું દુઃખ મારું દુઃખ ગણું છું,છું પુષ્પ, પ્રાણ મારો છે સર્વ પાંખડીમાં. ચોંટી છે રૂપ સામે મુજ દૃષ્ટિ એમ જાણે,મોઢું જુએ ચકોરી ચંદાની આરસીમાં. મેં તેમના વદન પર જોયા છે કેશ કાળા,ને ચંદ્રને લપાતો જોયો છે વાદળીમાં. અંતરની

ગની દહીંવાલા ~ એના હૈયે પણ * Gani Dahiwala

વાંસળી વાગી હશે એના હૈયે પણ ન જાણે લ્હાય શી લાગી હશે ?ફાગણે જ્યાં ફૂલગુલાબી ઓઢણી દાગી હશે ! ભરવસંતે કોણ રાગી, કોણ વૈરાગી હશે ?પ્રકૃતિએ પારખું કરવા શરમ ત્યાગી હશે ? એ રીતે ઝબકીને દિલની ઝંખના જાગી હશે !ઊંઘતી રાધા હશે ને વાંસળી વાગી હશે ! શ્વાસ અલગારી હશે, ઉચ્છવાસ વરણાગી હશે;જયારે મીઠી મૂંઝવણ

ગની દહીંવાલા ~ એક નામ * Gani Dahiwala

એટલે નિરાંત ~ ગની દહીંવાલા એક નામ અલ્લા કહી, એક નામ મારું યઆજ પછી લેવાનું છોડી દઉં… એટલે નિરાંત.આંખના ઉજાગરા, ને જીવના ઉચાટ,કશા વણફૂટ્યા ઝરણે ઝબોળી દઉં… એટલે નિરાંત. એક એક અક્ષરને ગોઠવતાં ગોઠવતાંઅમથી લંબાઈ ગઈ વારતા !ગેબી કો’ ગાયકના કંઠથી અગનઝરતીડાયરામાં ફૂલકણી ફોડી દઉં… એટલે નિરાંત. જીવતરના કીડિયારે કણકણમાં ઝેર કોઈછાંટવા મથે ને કોઈ

ગની દહીંવાલા ~ ઉતારી મેલે * Gani Dahiwala

ઉતારી મેલે જગત ધૂળની સપાટીથી,એ પહેલાં પ્રેમ કરી લ્યો કબરની માટીથી. લખાણ રૂપે જો પ્રત્યક્ષ થૈ શક્યા ન અમે,ઉપાડી લેવા હતા કો’ પરોક્ષ પાટીથી. તરસના શ્વાસ જો ધીમા પડ્યા તો પડવા દો !કે હોઠ ત્રાસી ગયા છે આ ઘરઘરાટીથી. ખુદા ! ક્ષુધા હતી આદમની ઘઉંના દાણા શી,અમે શિયાળ શું મન વાળ્યું દ્રાક્ષ ખાટીથી. ન ભય

ગની દહીંવાલા ~ અમે તો છીએ * Gani Dahiwala

હેઠે ઉતારો ~ ગની દહીંવાલા અમે તો છીએ રાંક ધરતીના જાયા,કયામતના ધાકે અમોને ન ડારો;અભિમાન જેનું નથી ઓગળ્યું એ,ગુમાની ગગનને જ હેઠે ઉતારો! જગે જળ ને જ્વાળાનું સિંચન કર્યું છે,અમે આંખથી એક બિંદુ વહાવી;ઠરેલાં હૃદય એને પાણી સમજશે,બળેલાં હૃદય એને ગણશે તિખારો. અમારી આ નિર્દોષ પ્રીતિને છળવા,તમારેય કરવું રહ્યું આકરું તપ;પ્રથમ રણ બનીને તપો ઝાંઝવાં

ગની દહીંવાલા ~ આયખા-તાપણું * Gani Dahiwala

તને ઓછું ન પડે ~ ગની દહીંવાલા આયખા-તાપણું કેમે કરી ટાઢું ન પડે,મારી સાથે તો હવે મારું યે પાનું ન પડે. કોઈ ઇન્સાફ કરો, મારી અધરબંદીનો,ઊમટે ઉદગારનો દરિયો, અને ટીપું ન પડે ?! ઘર ભરી દીધું છે એકાંતથી તારે કારણ,દિલની બેચેની ! કશું યે તને ઓછું ન પડે. પાંપણે રંગ છે માણેલ ભીની મોસમનો,મોર નાચીને

ગની દહીંવાલા ~ ક્યારેક પગ મહીંથી * Gani Dahiwala

કયારેક પગ મહીંથી આ રસ્તો વિદાય થાય.તો થાકનો ય કંઇક નિરાંતે ઉપાય થાય. હાલત અમારી જોઈને બીજાય વ્યાકુળ થાય.પર્વત ઢળી પડે અને સાગર ઊભાય થાય. અમને હસી જ કાઢજો એ છે અતિ ઉચિત,ઠલવાય લાગણી, તો નીપજ વેદનાય થાય. ખીલ્યું હો બાર માસી અજંપાનું ફૂલ જ્યાં,ત્યાં મુંઝવણની વેલ તો વાવ્યા વિનાય થાય. પાડી ઊઠ્યો છે જામનો

ગની દહીંવાલા ~ ગાવું જીવનગીત * Gani Dahiwala

જીવનગીત ~ ગની દહીંવાલા ગાવું જીવન-ગીત, મારે ગાવું જીવન-ગીત,તુજ વિણ ગાઈ શકું શી રીત?મારે ગાવું જીવન-ગીત. આવ મધુરા બોલ બનીને,પંખીનો કલ્લોલ બનીને,લય મેળવજે કોકિલ દ્વારા,તાલ સ્વયં છે ઝાંઝર તારાં;લાવ અધર પર સ્મિત !મારે ગાવું જીવન-ગીત, હોય ન ગાણું સાજ વિનાનું,દર્દ ન દીઠું દાઝ વિનાનું.દુનિયા તુજને કહેશે દ્રોહી,નહિ આવે તો ઓ નિર્મોહી !લઈને તારી પ્રીત,મારે ગાવું

Scroll to Top