ગની દહીંવાલા ~ જવાબ દે ને * Gani Dahiwala
ઓ મારા દિલની આરઝૂ ~ ગની દહીંવાલા જવાબ દેને ક્યાં છે તું ઓ મારા દિલની આરઝૂ !સતાવ ના બહુ થયું, ઓ મારા દિલની આરઝૂ ! હૃદયમાં તારી આશને જ જોઈ જા, મને ન જો,નજરમાં તવ તલાશને જ જોઈ જા, મને ન જો;કહો તો ‘હું’ ન ‘હું’ રહું, તું આવ મારી રૂબરૂ,ઓ મારા દિલની આરઝૂ….. જવાબ
