ગની દહીંવાલા ~ તેજ-છાયાની રમત * Gani Dahiwala

ઓશિયાળા થઈ ગયા ~ ગની દહીંવાલા તેજ-છાયાની રમત મતભેદ રમતા થૈ ગયા,બારણે સૂરજ ઊભો ને ઘરમાં દીવા થૈ ગયા ! આ પરાધીન જીવવાની શી પ્રણાલી પાંગરી !કેટલાં હૈયાં ઉછીના શ્વાસ લેતાં થૈ ગયા ! કોઈએ જ્યાં ફેરવી લીધા નયન તો દુ:ખ થયું,જોઈ લીધું તો જીવનભર ઓશિયાળા થૈ ગયા ! ભાન છે થોડું પીધાનું અને હવે

ગની દહીંવાલા ~ તમે એ ડાળ છો * Gani Dahiwala

તમે એ ડાળ છો ~ ગની દહીંવાલા તમે એ ડાળ છો, જે ડાળ પર પહેલું સુમન લાગે,હું એવું પુષ્પ છું : મહેંકી રહું જ્યાં જ્યાં પવન લાગે. કહ્યું છે સાવ મોઘમ, યોગ્ય જો તમને સૂચન લાગે,ઘડીભર ખોરડું મારું મને ચૌદે ભુવન લાગે. દિવસને આવવું હો તો વસંતોમાં વસી આવે,સૂરજને સૂંઘીએ તો રોજનું તાજું સુમન લાગે

કલાપી ~ હમે જોગી * Kalapi

હમે જોગી બધા વરવા સ્મશાનો ઢૂંઢનારાઓ !તહીંનાં ભૂતને ગાઈ જગાવી ખેલનારાઓ ! જહાં જેને મરી મુર્દું કબરમાં મોકલી દેતી,હમે એ કાનમાં જાદૂ હમારું ફૂંકનારાઓ ! જહાંથી જે થયું બાતલ, અહીં તે છે થયું શામિલ !હમે તો ખાકની મૂઠી ભરી રાજી થનારાઓ ! જહીં જખમો તહીં બોસા તણો મરહમ હમે દેતા,બધાંનાં ઇશ્કનાં દર્દો બધાં એ વ્હોરનારાઓ

Scroll to Top