જયેન્દ્ર શેખડીવાળા * આસ્વાદ ~ સુરેશ દલાલ Jayendra Shekhadiwala Suresh Dalal

ફૂલ ને ફોરમ અજાણ્યા દેશમાં સામા મળ્યાકોઈ સાંજે એમ પગલાં આપણા સામા મળ્યા મોર ચીતરેલી ક્ષણો આપી ગયું કો’ સ્વપ્નમાંને ગગનને મહેકના પડઘાના ધણ સામા મળ્યા આપણો સૂકો સમય થઈ જાય છે જ્યારે નદી –થાય છે કે, સૂર્યને પણ દર્પણો સામા મળ્યા. કોઈ ઘૂમરીમાં ડૂબ્યું તો કોઈ આકાશે ડૂબ્યું:શ્વાસના એકાંતને એના વતન સામા મળ્યા. આજ

અમૃત ઘાયલ ~ મોસમ સરસ છે Amrut Ghayal

મોસમ સરસ છે, કોણ કહે છે સરસ નથી,પણ એનો શો ઈલાજ કે આજે તરસ નથી ! વસ્તીય હોવી જોઈએ થોડીક ઘર વિશે,ઘર વાસ્તે આ ચાર દીવાલો જ બસ નથી. મળવું અવશ્ય આપણે વિશ્વાસ છે મને,ખૂબ જ નિકટ છે, દૂર બહુ એ દિવસ નથી. પામી શક્યું છે કોણ ભલા દિલની ચાલને,પકડી શકાય હાથેથી આ એવી નસ

અમૃત ઘાયલ ~ હૃદય તૂટી ગયું છે Amrut Ghayal

હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય–ધબકાર બાકી છે,ભલે થઈ વારતા પૂરી પરંતુ સાર બાકી છે. તમે છેડી તો જુઓ સહેજ મુજ ખંડિત હ્રદય–વીણા,તૂટેલા તાર માંહે પણ કંઈ ઝણકાર બાકી છે. ગમે ત્યારે જીવનમાં નવજીવન લાવી શકું છું હું,હજુ તો લોહીમાં મારા જીવન–ધબકાર બાકી છે. મહત્તા છે જીવનને સંકટોથી પાર કરવામાં,ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર

અમૃત ઘાયલ ~ ઇન્સાન નીકળ્યા Amrut Ghayal

ના હિન્દુ નીકળ્યા, ન મુસલમાન નીકળ્યા;કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા. સહેલાઈથી ન પ્રેમનાં અરમાન નીકળ્યા,જો નીકળ્યા તો સાથ લઈ જાન નીકળ્યા. તારો ખુદા કે નીવડયાં બિન્દુય મોતીઓ,મારાં કરમ કે અશ્રુઓ તોફાન નીકળ્યાં ! એ રંગ જેને જીવ સમા જાળવ્યા હતા,એ રંગ એક રાતના મ્હેમાન નીકળ્યા. મનમેળ કાજ આમ તો કીધા હતા કરાર,કિન્તુ કરાર કલેશનાં

અમૃત ઘાયલ ~ સમય જાતાં Amrut Ghayal

સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઈ જાયે છે,ગમે તેવું દુ:ખી હો પણ જીવન જીવાઈ જાયે છે. યુવાનીમાં વિપંથે વૃત્તિઓ દોરાઈ જાયે છે,વિચારે લાખ કોઈ તોય ઠોકર ખાઈ જાયે છે. હૃદય આવેશમાં ક્યારેક ઉશ્કેરાઈ જાયે છે,અને ના બોલવાનું પણ કદી બોલાઈ જાયે છે. જીવન બદલે તો બદલે, પણ પ્રણયરંગો નહીં બદલે,હૃદય રંગાઈ જાયે છે તો બસ

Scroll to Top