અમૃત ઘાયલ ~ દુખ વગર Amrut Ghayal

દુ:ખ વગર, દર્દ વગર, દુ:ખની કશી વાત વગર,મન વલોવાય છે ક્યારેક વલોપાત વગર. આંખથી આંખ લડી બેઠી કશી વાત વગર,કંઈ શરૂ આમ થઈ વાત શરૂઆત વગર. કોલ પાળે છે ઘણી વાર કબૂલાત વગર,એ મળી જાય છે રસ્તામાં મુલાકાત વગર. આ મજા કોણ ચખાડત મને આઘાત વગર ?તારલાઓ હું નિહાળું છું સદા રાત વગર. સાકિયા !

અમૃત ઘાયલ ~ છે કાંઈ જિંદગીમાં Amrut Ghayal

છે કાંઈ જિંદગીમાં, તો એ જ છે સહારો,એક યાદ છે તમારી, એક શ્વાસ છે અમારો. મારી જીવનવીણાના કંપી રહ્યા છે તારો,કોણ એ ભલા કરે છે ઉરદ્વારથી ઈશારો? મુજને ડુબાવનારા મારા જ છે વિચારો,ક્યાં દૂર છે નહીં તો ચોપાસ છે કિનારો. જખ્મોને દિલમાં રાખું કે અશ્રુઓને રાખું?મે’માન છે હજારો ને એક છે ઉતારો. દે તેજ ફાવે

અમૃત‘ઘાયલ’ ~ કેમ ભૂલી ગયા Amrut Ghayal

કેમ ભૂલી ગયા? દટાયો છું,આ ઈમારતનો હુંય પાયો છું. હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું?અડધોપડધો જ ઓળખાયો છું. વિસ્તર્યા વિણ બધેય છાયો છું!હું અજબ રીતથી ઘવાયો છું! આમ તો એક બિન્દુ છું કિન્તુ,સપ્તસિન્ધુથી સંકળાયો છું! સૂર્યની જેમ સળગ્યો છું વર્ષો,ચન્દ્રની જેમ ચોડવાયો છું! વઢ નથી વિપ્ર, આ જનોઈનો,આમ હું આડેધડ કપાયો છું. રામ જાણે શું

અમૃત ઘાયલ ~ દશા મારી Amrut Ghayal

દશા મારી અનોખો લય, અનોખો તાલ રાખે છે,કે મુજને મુફલિસીમાં પણ એ માલામાલ રાખે છે! નથી સમજાતું, મન અમને મળ્યું છે કેવું મનમોજી!કદી બેહાલ રાખે છે, કદી ખુશહાલ રાખે છે! નથી એ રાખતાં કૈ ખ્યાલ મારો કેમ કહેવાયે?નથી એ રાખતાં તો કોણ મારો ખ્યાલ રાખે છે? જમાનો કોણ જાણે વેર વાળે છે કયા ભવનું?મળે છે

અમૃત ઘાયલ ~ શુષ્ક છું Amrut Ghayal

શુષ્ક છું, બટકું નહીં તો શું કરું !અધવચે અટકું નહીં તો શું કરું ! રાફડા કોળ્યા છે રજના પાંપણે,પાંપણો ઝટકું નહી તો શું કરું ! ક્યાં સુઘી હોઠોમાં ભીંસાતો રહું ?શબ્દ છું, છટકું નહીં તો શું કરું ! ‘કૈંક ખૂટે છે’ – નો ખટકો છું સ્વયં,હું મને ખટકું નહીં તો શું કરું ? બેસવા દે

અમૃત ઘાયલ ~ કંઈ ક્યારનો Amrut Ghayal

કંઈ ક્યારનો આમ જ મુગ્ધ બની, આ મીનાબજારે ઊભો છુંલાગી છે કતારો નજરોની, નજરોની કતારે ઊભો છું આ તારી ગલીથી ઊઠી જવું, સાચે જ નથી મુશ્કિલ કિન્તુતું સાંભળશે તો શું કહેશે, બસ એ જ વિચારે ઊભો છું સમજાતું નથી કંઇ ક્યાંથી મને, આ આવું લાગ્યું છે ઘેલુંજાકારો મળ્યો તો જ્યાં સાંજે, ત્યાં આવી સવારે ઊભો

Scroll to Top