સુરેશ ગાંધી ~ રાધા ચાલી  

સુરેશ ગાંધી ~ રાધા ચાલી   રાધા ચાલી પગલાં જોતી, જ્યાં જ્યાં હરિપગલાંને જોયાં, ફૂલડાં માં ગોતી પાલવડે પદરેણુ બાંધી, હરખાતી મન મ્હોતી કોઈ પૂછે તો કે’તી. ખોયું કંઠહારનું મોતી   ચંપકવરણી ચતુરા ચાલી દીવડે લૈને જોતી અંગેઅંગ ઉમંગ ન માયે, ઘડી ઊભે શરમાતી ક્યાં એ વેણુ? ક્યાં એ કાનુડો? ભીની આંખડી લ્હોતી. ~ સુરેશ

Scroll to Top