શ્રીકાંત શાહ ~ હું… ૧૯૭૨મા વર્ષે
હું… ૧૯૭૨મા વર્ષે, જોઈ રહ્યો છું **
www.kavyavishva.com
અમે એકબીજાને ‘તને શું થયું ?’ એવું પૂછીએ એ પહેલાં તો મરી ગયાં અમે ક્યારે મર્યાં એની અમને ખબર સરખી પણ ન પડી જેમ અમે ક્યારે જનમેલાં એની પણ અમને ખબર નહોતી પડી હવે અમારે જનમ નથી લેવો આ પૃથ્વી પર ફરી. ~ બાબુ સુથાર યુક્રેનના કે એ રીતે યુદ્ધના કારણે જે મરાયાં હોય એવાં
અવનવા પ્રસંગો છે, મુજ રીતે લડી લઉં છું કો’ સમે હસી દઉં છું, કો સમે રડી લઉં છું વિશ્વથી અનોખી છે, રીત મુજ વિલાપોની હાસ્યને બહાને પણ ખૂબ હું રડી લઉં છું લાખ વાતે મનગમતું આ નથી ઘડાતું મન જિંદગી તો જેવી હું ચાહું છું ઘડી લઉં છું સ્વર્ગ હો કે હો પૃથ્વી દૂર ક્યાં
મરુસ્થલે મોતીમઢ્યું આ નગર,એને ટોડલે મોર અને ભીંતે ફરે હાથી,ઝરૂખે ઝરૂખે પથ્થરનું હીરભરત.બારીએ બારીએ બુઠ્ઠી તરવારોના તોરણ.સાંજના અજવાળે ભીંતો નારંગી ચૂંદડીની જેમ ફરફરે,બારણે લોઢાના કડેઆઠ પેઢીના હાથનો ઘસરકો. ફળિયે ફરે બેચાર બકરાં શ્યામડેલી બા’ર ડહેકાર દે કામઢું ઊંટ. વચલી વંડીએ સુકાય રાતા ચીરઅંદરને ઓરડે ફુગાઈ ગયેલા અંધારેફરફરે ઢીલી વાટ.લાલચટાક ચૂલાની ઝાળ અને ચૂંદડીના અજવાળેરોટલા ટીપતી
મનમાં સળવળ ઈચ્છા જેવુંજોયું છે મેં સપના જેવું. કાગળ કોરો મેજ ઉપર છેના સૂઝે કંઈ લખવા જેવું. રાત ફરી લંબાતી ચાલીક્યાંય નથી અજવાળા જેવું. કામ ખરેખર થાતું હો તોહું પણ લઈ લઉં બાધા જેવું. જખ્મી પગ પૂછે કે છે ક્યાં?પગદંડી કે રસ્તા જેવું. હાય્ હેલો છે સારા સંબંધપાસ નથી બહુ જાવા જેવું. હાથ પ્રસારુ ઈશ્વર
ધારો કે આંખ હો કુંવારી કન્યકાતો પાંપણે ફરક્યું તે કોણ ? ધારો કે ફરક્યું તે નૈં કહું – નું નામતો હોઠ પરે મલક્યું તે કોણ ? ધારો કે મલક્યું તે અમથું ગુલાબતો યાદ જેવું મ્હેંક્યું તે કોણ ? ધારો કે મહેક્યું તે આષાઢી આભતો મન મૂકી ગહેક્યું તે કોણ ? ધારો કે ગહેક્યું તે જોયાનું
રૂખડ બાવા તું હળવો-હળવો હાલ્ય જો, ગરવાને માથે રે રૂડિયો ઝળંબિયો. જેમ ઝળંબે મોરલી માથે નાગ જો, ગરવાને માથે રે રૂખડિયો ઝળૂબિયો. જેમ ઝળંબે કૂવા માથે કોશ જો, ગરવાને માથે રે રૂખડિયો ઝળંબિયો. જેમ ઝળંબે બેટા માથે બાપ જો, ગ૨વાને માથે રે રૂખડિયો ઝળૂબિયો. જેમ ઝળંબે નરને માથે ના૨ જો, ગરવાને માથે રે રૂખડિયો ઝઘૂંબિયો.
* અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી * અવનવા પ્રસંગો છે, મુજ રીતે લડી લઉં છું *
www.kavyavishva.com