શ્યામ સાધુ ~ વસ્ત્ર ભીનાં હો Shyam Sadhu

વસ્ત્ર ભીનાં હો, નીતારી નાખીએપણ ઉદાસી ક્યાં ઉતારી નાખીએ ? એક પળ બસ એક પળ આપી જુઓકેવું જીવનને મઠારી નાખીએ ! ફૂલ મહેક્યા જેવી થઇ છે લાગણીચાલો, તમને પણ વિચારી નાખીએ સાવ ઝાંખા છે પરિચયના દીવારાતવાસો ક્યાં ગુજારી નાખીએ ? ~ શ્યામ સાધુ કવિને ફૂલ મહેકયા જેવી લાગણી થઈ છે, વાહ ! તો આગળ ‘ચાલો,

શ્યામ સાધુ ~ તારો વિચાર * Shyam Sadhu

તારો વિચાર બારીના પરદે ઝૂલી ગયો દશ્યોનો ભેદ એ પછી દરિયે ડૂબી ગયો બે ડાળી વચ્ચે જાણે કે તડકો ગુલાબ છે ,મોસમનો રંગ કેટલો મિઠ્ઠો બની ગયો ! પથ્થરની જેમ હાંફતા પીળા શહેરમાં મારા સમયના મોરનો ટહુકો તૂટી ગયો. આકાશ આમતેમ વિખરાઈ જાય પણ,એકાદ સૂર્ય ઊગવું આજે ભૂલી ગયો. એકાંતનો પરિચય એ રીતે થયો સૂનકાર

શ્યામ સાધુ ~ તારી નજરમાં * Shyam Sadhu

તારી નજરમાં જ્યારે અનાદર બની ગયો,મંઝિલ વગરનો જાણે મુસાફર બની ગયો ! ફૂલોનું સ્વપ્ન આંખમાં આંજ્યાના કારણે,હું પાનખરમાં કેટલો સુંદર બની ગયો ? ક્યાં જઈ હવે એ સ્મિતની હળવાશ માણશું?હૈયાનો બોજ આંખની ઝરમર બની ગયો ! મુક્તિ મળે છે સાંભળ્યું ચરણોનાં સ્પર્શથી,રસ્તે હું એ જ કારણે પત્થર બની ગયો ! મારું મરણ ક્યાં એકલું મારું

શ્યામ સાધુ ~ દર્પણના રણમાં * Shyam Sadhu

દર્પણના રણમાં ભટકું છુંસામે છું’ ને હું શોધું છું. નગર નગર દાંડી પિટાવો,જંગલનો મારગ પૂછું છું. પથ્થરના ઢગલાની માફક,હું ય સૂતેલો ક્યાં જાગું છું ! ઇચ્છાઓની કાવડ લઈને હોવાનો બોજો ઊંચકું છું. ઇન્દ્રધનુષ્યો ભૂંસી નાખો,મારો શ્રાવણ હું ચીતરું છું. ~ શ્યામ સાધુ

શ્યામ સાધુ ~ દુખની દીવાલે * Shyam Sadhu

દુખની દીવાલે મોર સમયના મૂંગા હતાલાગે છે એટલે જ આ આંસુ ઊનાં હતાં ! હોવાનો અર્થ આ રીતે અહીંયાં જટિલ છે,છે દ્વાર ક્યાં ? છતાંય કહે છે : ખૂલાં હતાં ! પરબીડિયાની વચ્ચે ઉદાસી ઊગી હશે,શબ્દો તો એના એ જ છે, અર્થો જુદા હતા. કૃપા કરીને ખુશબો અલગ તારવો નહીં,ફૂલોની વચ્ચે થાકીને રંગો સૂતા હતા

Scroll to Top