વિવેક ટેલર ~ મૂંઝારો * Vivek Tailor
મૂંઝારો ઉદ્ધવજી! આ છાતીમાં જે થાય મૂંઝારો,જાવ અને જઈ કાનાની વહીમાંય ઉધારો… ક્રૂર બડો અક્રૂર તે માંગ્યો કાનકુંવરનો લાગો,તમે હવે આવીને કહો છો, યાદોને પણ ત્યાગો!કાયાની માયા તો મેલી, હૈયું શાને માંગો?ના શામો તો કંઈ નહીં, કિંતુ શાને લ્હાય વધારો? એને માટે ભલેને દુનિયા આખી હો રાધિકા,મારે મન તો એની યાદો એ જ અઠેદ્વારિકા;મહીં મહી
