શૂન્ય પાલનપુરી ~ કાંટાના ડંખ * Shoonya Palanpuri

કાંટાના ડંખ સાથે છે ફૂલોનું ઝેર પણ,વાળે છે શું વસંત ગયા ભવનું વેર પણ. તણખા છે સંસ્કૃતિના કળિયુગનો વાયરો,જંગલની જેમ ભડકે બળે છે શહેર પણ. દૃષ્ટિની સાથ સાથ પડળ પણ છે આંખમાં,જ્યોતિની ગોદમાં છે તિમિરનો ઉછેર પણ. આવ્યા, તમાશો જોયો અને લીન થઈ ગયા…ભૂલી ગયા કે પાછા જવાનું છે ઘેર પણ. શંકર બધું જ પી

મુકુલ ચોક્સી ~ આખા નગરની * Mukul Choksi

આખા નગરની જલતી દીવાલોને કળ વળે,ક્યારેક મોડી સાંજે બે માણસ ગળે મળે. ઇચ્છા વિશે મેં ગ્રંથ લખ્યો એક વાક્યમાં,ઇચ્છાનું એવું છે કે ફળે યા ન પણ ફળે. વંઠી ગયેલો ગાંધીજીનો વાંદરો હવે,બહેરો બન્યાનો ડોળ કરી સઘળું સાંભળે. એક જ રીતે ગુમાવેલ માણસ ફરી મળે,ઘડિયાળ ઊંધી ચાલવા માંડે જો આ પળે. સાચું કહું તો તારી લપસણી

સંસ્કૃતિરાણી દેસાઇ ~ સવાર મારો

સવાર મારો હાથ પકડી લઇ જાય છે કાં તો સાંજ બપોરનો હાથ છોડાવું છું તો વસંત હાથ પકડી લે છે મારો મિનિટને હાથતાળી આપું છું તો સોમવાર શોધી લે છે મને. બધા જ સારા આશયથી મદદ કરવા માગે છે. પણ મારે નથી જોઇતો કોઇ સંદર્ભ કોઇ સ્ટોરી બોર્ડ નહીં કોઇ પરિવેશ નહીં, પડદા નહીં રેતીની

अटलबिहारी वाजपायी ~ भरी दुपहरी में * Atalbihari Vajpaee

भरी दुपहरी में अँधियारासूरज परछाई से हाराअंतरतम का नेह निचोड़ें-बुझी हुई बाती सुलगाएँ।आओ फिर से दिया जलाएँ हम पड़ाव को समझे मंज़िललक्ष्य हुआ आँखों से ओझलवर्त्तमान के मोहजाल में-आने वाला कल न भुलाएँ।आओ फिर से दिया जलाएँ। आहुति बाकी यज्ञ अधूराअपनों के विघ्नों ने घेराअंतिम जय का वज़्र बनाने-नव दधीचि हड्डियाँ गलाएँ।आओ फिर से दिया

અમૃત ઘાયલ ~ કાજળભર્યાં નયનનાં Amrut Ghayal

કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે,કારણ નહીં જ આપું કારણ મને ગમે છે. લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે,ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે. જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,એ ઝેર હોય અથવા મારણ, મને ગમે છે. ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,જળ હોય ઝાંઝવાનાં તો પણ મને ગમે

દક્ષા વ્યાસ ~ મહેનતની રોટી

એમણે ખાખી વર્દીવાળાઓએ પકડી લીધો હતો બંધ કર્યો’તો કોઇ કમરામાં. કાકાભાઇ સાથે આવ્યો’તો દેશથી લાગ્યો’તો સાડી-કટાઇના કામમાં. વિચાર્યું’તું લઈ જઈશ સાડી સરસ મઝાની માને માટે. સમજાતું નથી, કામ કરવામાં ખોટું શું છે ? સૌ કામ તો કરે છે ! બાપા લારી ખેંચે છે મા વાસણ ચમકાવે છે ભોલો ચાની લારી પર. કામ કરશું નહીં તો

मिर्ज़ा ग़ालिब ~ हज़ारों ख्वाहिशें

हज़ारों ख्वाहिशें ऐसी के हर ख्वाहिश पे दम निकलेबहुत निकले मेरे अरमान लेकिन फिर भी कम निकले डरे क्यूँ मेरा क़ातिल क्या रहेगा उसकी गरदन परवो ख़ूँ जो चश्म ए तर से उम्र भर यूँ दमबदम निकले निकलना ख़ुल्द से आदम का सुनते आए हैं लेकिनबहुत बेआबरू होकर तेरे कूंचे से हम निकले भरम खुल

એસ. એસ. રાહી ~ આવેલી એક * S. S. Rahi

🥀🥀 આવેલી એક તક મેં અમસ્તી જ અવગણીખટકે છે તે દિવસથી સમય નામની કણી. કાગળનો શ્વેત રંગ પછી લાલ થઈ જશે,એ બીકે આંગળીની નથી કાઢતો અણી. સંતાડી રાખ ધાબળામાં સૂર્યની ઉષ્મા,જો હું અમીર થઈ ગયો તડકો વણી વણી. જખ્મો વિશેના અલ્પ પરિચયમાં આટલું:બિનવારસી છે લાશ ને કોઈ નથી ધણી. નવરાશ મળી છે એ ક્ષણે વાંચી

આશા પુરોહિત ~ તું ગઈ * Aasha Purohit

તું ગઈ ને એટલે વરસાદ પણ ગયો,જો પલળવાનો હવે ઉન્માદ પણ ગયો. ચોતરફ એકાંતનો છે એવો દબદબો,વીજળી-વાદળ ને જળનો નાદ પણ ગયો. કંઠમાં આઘાતનો ડૂમો હજીયે છે,લે, તને સંબોધવાનો સાદ પણ ગયો. એકલા આ મૌનમાં જીવીને શું કરું,તું નથી, ને એટલે સંવાદ પણ ગયો. હું તને શોધ્યા કરું ને તું મળે નહીં,આપણા મેળાપનો અપવાદ પણ

Scroll to Top