દિવ્યા મોદી ~ અમારી સફર

અમારી સફર ને તમારો તરાપો જવું પાર સામે, તમે સાથ આપો! મુહબ્બતમાં કીધી આ મબલખ કમાણી, કદી ડૂસકાં તો કદી બસ ઝુરાપો! અમારા હૃદય પર કરો ના પ્રહારો; ભલે, ટુકડે-ટુકડે એને કાપો! નથી કાંચળી કે ઉતારી શકું હું, ડસે રોજ મનને વિચારોના સાપો! અમારી ખુશીના બધા સ્પંદનોને, તમે દર્દની માપપટ્ટીથી માપો! અમે તો સદા આપની

ડો. આઈ કે વીજળીવાળા ~ એક દિ મમ્મી

એક દિ’ મમ્મી નાની થઈ ગઈ ને હું થઈ ગઈ મોટી મેં એને નવડાવી દીધી લઈ સાબુની ગોટી…..  ભેંકડા એણે બહુ જ તાણ્યા, કર્યું બહુ તોફાન મેં પણ એનું માથું ધોયું પકડીને બે કાન તૈયાર કરીને માથે એને લઈ દીધી બે ચોટી. એક દિ’ મમ્મી નાની થઈ ગઈ ને હું થઈ ગઈ મોટી……  એને ભલે રમવું હોય

રમણીક અગ્રાવત ~ ચૂલે ચડ્યા * Ramnik Agrawat

ચૂલે ચડ્યા રોટલા મઘમઘ આખુંય ઘર,ઘી માખણની સોડમે સઘળું કૈં તરબતર. બઠ્ઠા પાડે બાજરો રગમાં ચડતું જોમ,લીલા લીલા કેફથી ફરકે રોમેરોમ. દહીં ભરેલું છાલિયું મીઠું મરચું હોય,જીરુંનો છણકો જરી ના પાડે ના કોઈ. પીવાનાં સુખ છાશનાં પીવો તો સમજાય,અમરતના કૈં ઘૂંટડા હલક હેઠ ઠલવાય. બેસે જીભ પર ડુંગળી તરતો સરતો સ્વાદ,હાલકડોલક ભાનમાં અજબ ગજબ સંવાદ.

વેણીભાઇ પુરોહિત ~ તારી આંખનો અફીણી * Venibhai Purohit * Dilip Dholakia

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણીતારા રૂપની પૂનમનો પાગલ એકલો . આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,તારી મસ્તીનો મતવાલો આશક એકલો. પાંખોની પરખે પરબડી, આંખો જુએ પિયાવોઅદલ બદલ તનમનની મોસમ, ચાતકનો ચકરાવોતારા રંગનગરનો રસિયો નાગર એકલો.  – વેણીભાઈ પુરોહિત આજે જેમનો જન્મદિવસ છે અને એમનું આ ગીત અનહદ

છાયા ત્રિવેદી ~ ચાલી નીકળો

તપતો સૂરજ ખિસ્સે રાખી, ચાલી નીકળો,ખુદનો છાયો ખુદ ઉપાડી, ચાલી નીકળો. કિનારા તોડીને દરિયા ઊમટે સઘળા,મુઠ્ઠીમાં પૂનમને દાબી, ચાલી નીકળો. લ્હેરાતાં ઊગશે ખેતર ત્યાં ઇન્દ્રધનુનાં,સૂકી ભોંમાં સપનાં વાવી, ચાલી નીકળો. પવન બનીને મોસમ પોતે પછી શોધશે,ટહુકાઓ કંઠે છુપાવી, ચાલી નીકળો. પોતીકાં આકાશને અઢળક વીધ્યેં રાખો,વરસાદી યાદોને ચાખી, ચાલી નીકળો. – છાયા ત્રિવેદી કવયિત્રી છાયા ત્રિવેદીની

ચંદ્રકાંત શેઠ ~ ઊંડું જોયું Chandrakant Sheth

ઊંડું જોયું, અઢળક જોયું;મનમાં જોયું, મબલખ જોયું. ઝાકળજળમાં ચમકી આંખો, એ આંખોમાં જ્યોતિ,કોક ગેબના તળિયાનાં મહીં ઝલમલ ઝલમલ મોતી! તળિયે જોયું, તગતગ જોયું;ઊંડે જોયું, અઢળક જોયું. માટીથી આ મન બંધાયું ને મનથી કૈં મમતા;એ મમતાની પાળે પાળે હંસ રૂપાળા રમતા! જળમાં જોયું, ઝગમગ જોયું;ઊંડે જોયું, અઢળક જોયું. આ ઘર, ઓ ઘર કરતાં કરતાં, ઘૂમી વળ્યા

નરેશ સોલંકી ~ વાલમજી માવાને વસ

પ્લાસ્ટિકની કોથળીમાં સુરજનો ચૂનો ને ચૂનામાં ચાંદાનો રસસૈ વાલમજી માવાને વસ.. બંને હથેળીમાં હોવાની ઘટનાને આખું આકાશ ભરી મસળે છેતારીખના પાનાંની જેમ રોજ રોજ એનું પણ સ્વાસ્થ્ય કથળે છેપ્રેમ ભર્યા ગીત બધાં ચૂર-ચૂર થાય એવું મુખ ભર્યું એનું ઠસોઠસસૈ વાલમજી માવાને વસ.. લાલ લાલ હોઠ નહીં કાળુ છમ હેત અને મોગરાની ગંધ સાવ કાળીપૂનમની રાત

વિપિન પરીખ  ~ બે વૃક્ષ * Vipin Parikh

બે વૃક્ષ મળે ત્યારે સોના અને રૂપાનું પ્રદર્શન નથી કરતાં માત્ર સૂરજના પહેલા કિરણનો રોમાંચ આલેખે છે. બે પંખી મળે ત્યારે રેલ્વેના ટાઈમટેબલની ચિંતા નથી કરતાં કેવળ સૂરને હવામાં છુટ્ટો મૂકે છે.   બે ફૂલ મળે ત્યારે સિદ્ધાંતોની ગરમાગરમ ચર્ચા નથી કરતાં ફક્ત સુવાસની આપ-લે કરે છે. બે તારા મળે ત્યારે આંગળીના વેઢા પર સ્ક્વેર

મનીષ પાઠક ‘શ્વેત’  ~ મજાના શેર

હથોડીનું કેવું લટકતું હતું ચિત્ર અસર ભીંતને થઈ તિરાડો પડી છે. * તું ભલેને આંખ ઊંચી ના કરે છે ખબર તારી, બગાવત એ જ છે. * ગેંગ આંસુની ફરે છે ચોતરફ કોઈ પગલું સ્મિતનું ભરતું નથી. * મૌનમાં સંવાદનો વધતો અનુભવ એ પછી લાગ્યું કે કોઈ કારીગરી છે. * જ્યાં દીવાને ફૂંક મારી ઓલવું ત્યાં

રાજેન્દ્ર શાહ ~ સંગમાં રાજી રાજી * Rajendra Shah

સંગમાં રાજી રાજી,આપણ એકબીજાના સંગમાં રાજી રાજીબોલવા ટાણે હોઠ ખૂલે નહિ, નેણ તો રહે લાજીસંગમાં રાજી રાજી… લેવાને જાય, ત્યાં જીવન આખુંય તે ઠલવાય!દેવાને જાય, છલોછલ ભરિયું શું છલકાય!એવા એ આપલેને અવસરિયે પાગલકોણ રહે, કહે પાજી? સંગમાં રાજી રાજી… વીતેલી વેળની કોઈ આવતી ઘેરી યાદ,ભાવિનાં સોણલાંનો યે રણકે ઓરો સાદ;અષાઢી આભમાં વાદળ વીજ શાં વારિઝરતાં

Scroll to Top