ઈશિતા દવે ~ સાચો કહું * Ishita Dave

બંધ સાંકળ સ્હેજ ખખડાવ તો સાચો કહુંતું હૃદયના બારણાં ખોલાવ તો સાચો કહું. જઇ હિમાળે હાડ ગાળી નાખવા સ્હેલા જ છેજિંદગીના જંગમાં જો આવ તો સાચો કહું તું પરીક્ષા કાયમી લીધા કરે, દે તો ખરોદીપ પાણીમાં અહીં પ્રગટાવ તો સાચો કહું ચોપડીના ચાર પાનાંઓ ભણાવે થાય નહિઅર્થ ટહુકાનો જરા સમજાવ તો સાચો કહું કોઇની પણ

ગુણવંત ઉપાધ્યાય ~ નામ ચર્ચાયાં

નામ ચર્ચાયાં કરે પણ કામ ચર્ચાતાં નથી; આપણા ઈતિહાસ ખુલ્લેઆમ ચર્ચાતા નથી. કેટલાં મળતાં તણખલાં એક માળો સંભવે- પાંખ;પંખી; પ્રજ્વલિત પરિણામ ચર્ચાતાં નથી. શાન્ત ચિત્તે જ્યાં વસું છું એવાં ખાલી ઘર વિશે- સૌ કરે ચણભણ, ભર્યાં ગોદામ ચર્ચાતાં નથી. સ્વચ્છતા; સગવડ વિશે આ શહેરનું જોયું વલણ? માટીમેલાં કોઈ ચહેરા-ગામ ચર્ચાતાં નથી. ડાયનિંગ ટેબલ સજાવી અન્ય

મીનપિયાસી ~ કબૂતરોનું ઘુ ઘુ ઘુ * Minpiyasi

કબૂતરોનું ઘુ..ઘુ..ઘુ.. કોયલ કુંજે કુ..કુ..કુ.. ને ભમરો ગુંજે ગું..ગું..ગું ચકલા-ઉંદર ચું..ચું..ચું ને છછુન્દરોનું છું..છું..છું !કબૂતરો નું ઘુ..ઘુ..ઘુ.. ઘુવડ સમા ઘુઘવાટ કરતો, માનવ ઘૂરકે હું..હું..હું..હરી ભજે છે એક જ હોલો,  પીડિતોનો પરભુ તું,કુન્જનમાં શી કક્કાવારી,  હું કુદરત ને પુછુ છું,  કબૂતરો નું ઘુ ઘુ ઘુ… ફૂલ્યા ફાલ્યા ફરી કરો, કાં ફણી ધરો શા ફૂ ફૂ ફૂ..થોભી જાતાં થાથાં થૈને,

વારિજ લુહાર ~ મનમાં હતું * Varij Luhar

🥀🥀 મનમાં હતું કૈંક મનથી સવાયું,તેથી જ ના મનને મારી શકાયું. માલિક જેવો જ છે ઠાઠ કાયમ,ગુલામ બનવું ન ક્યારેય ફાવ્યું. પોતાની સાથે જ રહેવું પડ્યું છે,તેથી ન આગળ કે પાછળ થવાયું. પોતીકું લાગ્યું ન સ્હેજે ય સપનું,સપનામાં સઘળું ય લાગ્યું પરાયું. ભૂંસાય એવું ન લખવું કદીયે,ભૂંસ્યા પછી એમ નક્કી કરાયું. – વારિજ લુહાર પહેલો

જયશ્રી વિનુ મરચંટ ~ કોશેટામાં * Jayshree Marchant

કોશેટામાં પોષાયેલી અટકળની બંધ આંખો  ને પછી અટકળને અંધ પાંખો ફૂટે ને પછી એ…ને…અટકળ ઊડી, ઊડી, ને એવી તે ઊડી ને પછી અટકળ બની ગઈ અફવા, ને પછી, અફવાને ફૂટે ચારેકોરથી શતશત ચરણ  ને પછી, ચરણોની હરણફાળ, અંધ પાંખોનો ફરફરાટ ને પછી ઊડી ઊડીને અફવા થાકે  ને પછી ચરણ સંકોરે, અંધ આંખો ખેરવે ને પછી કોશેટામાં પાછી પેસીને ઉઘાડે બંધ આંખોને ને પછી કોશેટામાં ડંકાની ચોટ પરથી એલાન કરે કે ‘હું અટકળ નથી, અફવા નથી’  ને પછી છાતી ઠોકીને કહે, હિંમતભેર કે, ‘હું જ સત્ય છું!’ ને પછી કોશેટાની પંચાયતી અદાલત પાસે મ્હોર મરાવે એના સત્ય હોવાના દાવા પર ને પછી………. ત્યારથી કોશેટામાં સત્ય, અટકળ અને અફવાની ગુલામી કરે છે….! –જયશ્રી વિનુ મરચંટ ‘ને પછી’ જેવો સાતત્યપૂર્ણ પ્રયોગ લઈને આવતું આ સરસ અછાંદસ કાવ્ય.   પહેલા અટકળો થાય, એમાંથી અફવા જન્મે અને ધીરે ધીરે આ અફવા ફેલાવનારાઓ એને સત્યનું મહોરું પહેરાવીને જ

ઉદયન ઠક્કર ~ એક છોકરો * Udayan Thakkar

એક છોકરો સોડા જેવો વ્હીસ્કી જેવી છોરી, વ્હીસ્કી જેવી છોરી રે ! સોડાનું ભવિતવ્ય આખરે વ્હીસ્કીઓમાં ભળવું જીતે અગાઉ જોકે, બોટલમાં પુરાઈને ખળભળવું જીમાટે વાચક સોડાજી ! તમે ધીરજ રાખો થોરી…વ્હીસ્કી જેવી છોરી રે ! છોરી મળતાં આંખો ચોળી સિગ્નલ લીલાં જાગે જી !ને ઘટનાઓ કલાકના નેવુંની ઝડપે ભાગે જી !એક છોકરો ગલી મટી જઇ

મકરંદ દવે ~ તમે જેને Makarand Dave

તમે જેને ચહો છો એ કદી તમને ન ચાહેતમે જેને કહો છો ચાલ, તે ના’વે તમારા એક રાહેજિન્દગી સસ્તી નથીને એ મળી તમને અમસ્તીયે નથીવેડફો શાને નિરર્થક આંસુ ને નિશ્વાસ ને આઘાત આહે !તમે આગે ચલો ! આગ છોને અંતરે છૂપી જલોપણ જિન્દગીમાં સ્મિત ભરીને બળ ધરી પંથે પળો.આજ જે તમને ન ચાહેછો ન આવે

રાધિકા પટેલ ~ બારીએથી

બારીએથી પોહ ફાટી, ફળિયાએ મને બૂમ પાડી ફળિયુ મેં વાળી નાખ્યું, ત્યાં માટલાએ ખખડાટ કર્યો માટલામાં મેં નીર રેડ્યાં, ત્યાં ગમાણે ભાંભરાટ કર્યો ગમાણને મેં ખોળ આપ્યો, ત્યાં વલોણાંએ વલોપાત કર્યો વલોણેથી મેં માખણ કાઢ્યા, ત્યાં ચૂલાએ મને સાદ પાડ્યો ચૂલામાં મેં દેતવા નાખ્યાં,  ત્યાં ઓટલાએ રા’ડ પાડી ઓટલાને મેં રોટલા ધર્યા, ત્યાં પાટલાએ મને

અઝીઝ ટંકારવી ~ સમય થઈ ગયો

રિટાયર થવાનો સમય થઈ ગયો,બરાબર થવાનો સમય થઈ ગયો. શરીરે સુવાસો લગાવી ઘણી,ખુદ અત્તર થવાનો સમય થઈ ગયો. તમે છો ને ઈશ્વર હતા જગ મહીં,લ્યો પત્થર થવાનો સમય થઈ ગયો. હજી સત્ય પર આવરણ ક્યાં લગી,ઉજાગર થવાનો સમય થઈ ગયો. હવે બાંધ બિસ્તર જવાનું છે દૂર,મુસાફર થવાનો સમય થઈ ગયો. રમી લીધું ઘર-ઘર રમતમાં ઘણું,હવે

અવિનાશ વ્યાસ ~ તને જાતાં જોઈ * Avinash Vyas

તને જાતાં જોઈ પનઘટની વાટેમારું મન મોહી ગયું,તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે,મારું મન મોહી ગયું, કેડે કંદોરો ને કોટમાં દોરોતારા લહેરિયાની લાલ લાલ ભાતે,મારું મન મોહી ગયું. બેંડલુ માથે ને મહેંદી ભરી હાથેતારી ગાગરની છલકાતી છાંટે,મારું મન મોહી ગયું. રાસે રમતી આંખને ગમતીપૂનમની રઢિયાળી રાતે,મારું મન મોહી ગયું. તને જાતાં જોઈ પનઘટની વાટેમારું મન મોહી

Scroll to Top