ભાસ્કર ભટ્ટ ~ ફળીયે ઢોલ * Bhaskar Bhatt

ફળીયે ઢોલ ઢબૂકયા ત્યારે હૈયે દાંડી વાગેદોરે વીંટી એક ઢીંગલી, ફળિયું જઈ છલાંગે…. આંખોનું જે રતન હતું તે આંસુ થઈ વછૂટેઢીંગલીના આ મૈયર ઘરનું એક આયખું ખૂટેઅષાઢ આંખે ઊતરી આવે, ફૂલ્યા ફાલ્યા ફાગે…. ખૂલ્યા તોયે બંધ રહે છે ઘરનાં બારી ઝાંપાભીંત ઉપરથી પાંપણ અડતા, કંકુવરણા થાપારાત વરતમાં સૂનું ખોરડું, નળિયા સોતું જાગે…… સાવ અવાચક આંખો

મધુમતી મહેતા ~ રમતા’તા ને * Madhumati Maheta

અઠ્ઠેગઠ્ઠે રમતા’તા ને રામ મળી ગ્યા અઠ્ઠેગઠ્ઠેમાણસ પથરા જેમ તરી ગ્યા અઠ્ઠેગઠ્ઠે આંખો સાત સમંદર લઈને આવી ત્યારેસપનાં એક બે તોય ફળી ગ્યા અઠ્ઠેગઠ્ઠે નુસ્ખાઓ અકસીર હતાં એ એળે ગ્યા નેઆફતનાં જડમૂળ હલી ગ્યા અઠ્ઠેગઠ્ઠે ભડભાદર ભડવીર થઈ ગ્યા ભોંયની ભેગાએદી અઘરા કામ કરી ગ્યા અઠ્ઠેગઠ્ઠે ધીરજવાળા ગઝલું લખવા ફાંફા મારેતલપાપડને પ્રાસ જડી ગ્યા અઠ્ઠેગઠ્ઠે

કૃષ્ણ દવે ~ મોર્ડન મમ્મી * Krushna Dave

(માત્ર દેખાદેખીને કારણે બાળકોની પાછળ પડી જતી મમ્મીઓ માટે જ) મોર્ડન મમ્મીનો ભારે ત્રાસ છેરહેવાનુ રાખ્યું છે અહિયાં ગુજરાતમાં ને લેવાતા ઇંગ્લિશમાં શ્વાસ છેમોર્ડન મમ્મીનો ભારે ત્રાસ છે…… વેકઅપ, ક્વીક, ફાસ્ટ ચલો ઝટ્ટ કરો બ્રશ એન્ડ ઈટ ધીસ પોટેટો ચિપ્સઑલરેડી ઑનલાઇન ક્લાસ ઈઝ સ્ટાર્ટ કેમ ભૂલી જાય રોજ મારી ટિપ્સ ?દાદીમા બોલ્યા કે ધીમે જરાક્,

મરીઝ ~ મેં તજી * Mariz

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે. છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે. એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે. આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,આમ જો પૂછો બહુ

યામિની વ્યાસ ~ લ્યો હરિએ * Yamini Vyas

લ્યો ! હરિએ મોકલ્યું મને તો એંસી વર્ષે માગું !શું હજી હું તમને હરિજી અઢાર વર્ષની લાગું ? જાન લઈને ઝટ આવોને બારણાં ખુલ્લાં રાખું !મૈયરના ગંગાજળ ને તુલસી છેલ્લે છેલ્લે ચાખું.દહેજમાં શું જોઈએ, કહેજો…ના કરશો ને ત્રાગું ?લ્યો ! હરિએ મોકલ્યું મને તો એંસી વર્ષે માગું ! ચુંદડી ઓઢી દોડી સહુને આવજો આવજો કરવા

અશોક ચાવડા ~ ફળીયેથી ઓસરી * Ashok Chavda

ફળિયેથી ઓસરી અને એકેક ઓરડે તારાં ગયા પછી મને તારું સ્મરણ જડે. દુર્ગંધ ઉચ્છવાસમાં કારણ વગર નથી, મારી જ જાણ બહાર કૈ મારી ભીતર સડે. મારા હ્રદયમાં આજ પણ બાળક જીવંત છે, ઈર્ષા કે દ્વેષ મને ભાષા ન આવડે. સુંદર મજાની ડાળને આ શું થઈ ગયું, વૃક્ષનો વિચાર આવતો જ્યાં બેસું બાંકડે ! એથી જ

વિવેક ટેલર ~ આમ રેઢી ન મેલ * Vivek Tailor

આમ ન રેઢી મેલ,ગીતની જેમ જ આવી ગઈ છું, પોંખ, ના તું હડસેલ. વૃંદાવનની કુંજગલીમાં કર્ફ્યુ થયો છે અમલી,કાયા છોડી પ્રાણ ગયા છે, ફરકે ના એક ચકલી;સન્નાટાનો ગોવર્ધન પડ્યો છે, ક્યાં છે ટચલી?ધીમે ધીમે તો પણ પગલી ભરી રહી આ પગલી,છો ના આવ્યો તું, હું આવી, દુનિયા આઘી ઠેલ.આમ ન રેઢી મેલ. હશે ભલે, હું

દેવિકા ધ્રુવ ~ અણધારી આ

અણધારી આ હલચલ થઈ ગઈ,અંદર ઉથલપાથલ થઈ ગઈ. નાની શી ચિનગારી સળગી,ભીતર ઝીણી ઝળહળ થઈ ગઈ. ધુમ્મસનો વિસ્તાર હટ્યો ને,કાજલ દુનિયા ફાજલ થઈ ગઈ. વયનો પડદો હાલ્યો ત્યાં તો,સમજણ આખી સળવળ થઈ ગઈ. શીતલ વાયુ સહેજ જ સ્પર્શ્યોપાંખડી મનની શતદલ થઈ ગઈ. કોણે જાણ્યું ક્યાંથી આવી,બૂંદો પલભર ઝાકળ થઈ ગઈ. સુરભિત મુખરિત શ્વાસે શ્વાસે,આરત ફૂલની

રવિગાન

ઘણના ઘા નહીં પણ નાચતા કૂદતા જળનું સંગીત કાંકરાને સુંવાળા બનાવે છે. ** પુષ્પોનું મધુ ચૂસીને ભ્રમરો આભારનું ગુંજન કરતાં ઊડી જાય છે. વરણાગિયા પતંગિયાઓને બેશક એમ લાગે છે કે ફૂલોએ તેનો ઉપકાર માનવો જોઈએ. ** બધી ભૂલો રોકવા માટે જો તમારા દરવાજા બંધ કરી દેશો તો સત્ય પણ બહાર જ રહી જશે. ** પાંદડું

તેજસ દવે ~ તારી સામે * Tejas Dave

તારી સામે મારી ઇચ્છા લે આ મૂકી, તારાથી જે થાય કરી લે;સૂરજ સામે આંખ અમારી બે આ મૂકી, તારાથી જે થાય કરી લે. ધક્કા મારી-મારીને તેં કીધું’તું કે, ‘અહીંયા કદી ન પાછો ફરતો’,તેં દીધેલી ધમકી ગજવે મેં આ મૂકી, તારાથી જે થાય કરી લે. ડૂબી જવાને માટે નીકળ્યો નથી લઈને હોડી, દરિયા, સમજી લેજે!છિદ્ર પડેલી

Scroll to Top