રવિગાન

પાત્રમાંનું પાણી ચળકતું હોય છે ; સાગરના જળ શ્યામવરણાં હોય છે. નાના સત્યની વાણી સ્પષ્ટ હોય છે ; મહાન સત્યનું મૌન મહાન હોય છે. ** જે કાંઇ અલ્પ છે તે હું મારા પ્રિયજનો કાજે મૂકતો જાઉં છું – જે મોટું છે તે તો સૌ કોઈ માટે છે. ** ધરતીની અંદર મૂળિયાં ડાળીઓને ફળવંતી બનાવવા માટે

રવીન્દ્ર પારેખ ~ કોની વાતે * Raveendra Parekh

કોની વાતે તું ભરમાઈ ?કોણ કબૂલે એ સચ્ચાઈ ? હું ઝાકળ છું, તું આંસુ છે,તારે મારે શી સરસાઈ ? કોણ છૂટું પડતું કોનાથી,વાત મને એ ના સમજાઈ. આ તો તેજ વગર બળવાનું,એનું નામ જ અખ્ખર ઢાઈ. જળનાં ટીપાં જેવી યાદો,વધતાં વધતાં થૈ દરિયાઈ. હોય ન જ્યારે પણ તું સાથે,હાથવગી મારે તન્હાઈ. મારે બદલે યાદ મને

નેહા હરેશ પુરોહિત ~ સ્વર ભીતરમાં * Neha Purohit

સ્વર ભીતરમાં એકધારો થૈ જતોકાશ, એ રીતે તું મારો થૈ જતો, એ પછી વળગી જતાં સ્મરણો અને,એ સમય એથી જ તારો થૈ જતો, શાંત જળમાં કાંકરી ફેંક્યા કરીજળ નહીં વિહવળ કિનારો થૈ જતો, મૌન મારું બોલવા જો લાગશેશબ્દ નિર્ધન ને બિચારો થૈ જતો, હાથ રાધાનો બને છે વાંસળીમીરાં માટે એકતારો થૈ જતો. .. ~ નેહા

શૂન્ય પાલનપુરી ~ પાગલ છે જમાનો * Shoonya Palanpuri

પાગલ છે જમાનો ફૂલોનોદુનિયા છે દિવાની ફૂલોની ઉપવનને કહી દો ખેર નથીવીફરી છે જવાની ફૂલોની અધિકાર હશે કંઈ કાંટાનોએની તો રહી ના લેશ ખબર ચિરાઈ ગયો પાલવ જ્યારેછેડી મેં જવાની ફૂલોની ઉપવનને લૂંટાવી દેવાનો આરોપ છે કોના જોબન પર કાંટાની અદાલત બેઠી છેલેવાને જુબાની ફૂલોની તું શૂન્ય કવિને શું જાણેએ રૂપનો કેવો પાગલ છે રાખે છે

ધ્વનિલ પારેખ ~ વૃક્ષો એ વાતે

વૃક્ષો એ વાતે ગભરાયાં,ખર ખર ખર ખરવાની કાયા. હદથી વધુ આ ક્યાં ફેલાયા ?માણસથી છૂટે ના માયા. જે પડછાયા થઈને ફરતામાણસ સઘળા ક્યાં સમજાયા ? જે ભીંતો બોલે છે સાચું,સઘળા ખીલા ત્યાં ઠોકાયા. – ધ્વનિલ પારેખ ટૂંકી બહરની સચોટ ગઝલ. ‘વૃક્ષો’ શબ્દ સામાન્ય રીતે નિસ્પૃહી ભાવોના સ્પંદન ફેલાવે છે  પણ  કવિએ એનું મજાનું માનવીયકરણ કરી નાખ્યું….

દિનેશ ડોંગરે ‘નાદાન’ ~ ધીમે ધીમે

ધીમે ધીમે વૃદ્ધિ પામી વૃદ્ધ થા , કાં પછી સર્વસ્વ ત્યાગી બુદ્ધ થા . સ્નાન હો ઘરમાં કે હો ગંગાતટે , છે શરત એકજ ભીતરથી શુદ્ધ થા . સામનો કર હાલમાં સંજોગનો , શસ્ત્ર નાખી આમ ના અવરુદ્ધ થા . તું નરોવા કુંજરોવા કર નહીં , મારી સાથે કાં પછી વિરુદ્ધ થા . એ બહુ

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ ~ તારું કશું ન હોય * Rajesh Vyas

આવ તું તારું કશું ન હોય તો છોડીને આવ તું,તારું જ બધું હોય તો છોડી બતાવ તું. અજવાળું જેના ઓરડે તારાં જ નામનું,હું એ જ ઘર છું, એ જ ભલે ને આવ તું. પહેર્યું છે એ ય તું જ છે, ઓઢ્યું છે એ ય તું,મારો દરેક શબ્દ તું, મારો સ્વભાવ તું. સાકરની જેમ ઓગળી જઈશ

પ્રણવ પંડ્યા ~ કવિતાથી વધુ કંઈ નહીં

કશુંય ના કવિતા સમ, કવિતાથી વધુ કંઈ નહીંકવિતાના જ ખાઉ સમ, કવિતાથી વધુ કંઈ નહીં ખીલે એ પાનખરમાં ને વસંતે થાય વૈરાગીનરી નિત મ્હેંકતી મોસમ, કવિતાથી વધુ કંઈ નહીં કવિતા એટલે કાગળમાં માનવતાના હસ્તાક્ષરતપાસો સત્વ, રજ ને તમ, કવિતાથી વધુ કંઈ નહીં કદી એકાંત અજવાળે, કદી આ આંસુઓ ખાળેબનાવે શ્વાસને ફોરમ, કવિતાથી વધુ કંઈ નહીં

હરીશ મીનાશ્રુ ~ બહુ ઝંઝેડયા ઝાડ

બહુ ઝંઝેડ્યાં ઝાડ પરંતુ પડ્યું નહીં કૈંબીજ ગયું ખોવાઈ કશેથી જડ્યું નહીં કૈં સ્વાતિનાં અચરજ તો અનરાધાર વરસતાંકરમફૂટલી બંધ છિપોલી: અડ્યું નહીં કૈં પલળીને બળવું ને બળબળતાં ભીંજાવુંસતત ધૂમાતું રહ્યું હૃદય, ભડભડ્યું નહીં કૈં ગ કોનો? –પૂછીને માંડી ગઝલ તમે તોઘૂંટી ઘૂંટી થાક્યા પણ આવડ્યું નહીં કૈં સૌ કહે છે લોચન છે એનાં અમરતકુપ્પીખરે વખત

પ્રજ્ઞા વશી ~ આભ ગોરંભે ચડી * Pragna Vashi

આભ ગોરંભે ચડી અથડાય છે વરસાદમાં,ને ધરાનાં ચીર પણ ધોવાય છે વરસાદમાં. કેમ એની આંખમાં શ્રાવણ વહે વૈશાખમાં ?રેશમી અલગાવ અહીં પોંખાય છે વરસાદમાં. વીજ થૈને એમ તારું દૂરથી ચમકી જવુંતોય મન તો દાઝવા લોભાય છે વરસાદમાં લાગણી ટહૂકે ભીની આ સગપણોના આભમાં,તો ય કોયલ ભીતરે મુંઝાય છે વરસાદમાં. પ્રેમની સિતાર જ્યાં મલ્હારતી સૂનકારમાં,એક દરિયો

Scroll to Top