કુમાર જિનેશ શાહ ~ સૂરજ સાથે * Kumar Jinesh Shah
સૂરજ સાથે રમતાં વાદળ અઢળક-અઢળક.લીલી ગંધે નાસિકા થઇ લથબથ-લથબથ. ખારા દરિયે ના કોઈ પ્રતિબિંબ ઝીલાતું,હાલક~ડોલક મોજાંથી સઘળું ડહોળાતું, મીઠા સરવરમાં આવી આકાશ નહાતું.અમથા ખાબોચિયે નભ કરતું છબડક-છબડક….. છાતી કાઢી ઊભો જોને અકડું ડુંગર,ભીતર ભેજ છુપાવી બેઠાં નકરા પથ્થર. ભીનાં કેશ હવા સૂકવતી તેની ઉપર.કુંતલજળની છાલકથી થ્યો મખમલ-મખમલ…. પુલકિત ધરતીનાં રોમેરોમ લહેરાયાં,પાંપણ જેવાં વૃક્ષોની ઝૂકી ગઈ
